દાંતાના ૬ વર્ષના બાળકે ૨૨ કિલોમીટર પદયાત્રા કરીને માં જગત જનનીના મંદિરમાં ધજા ચડાવીને અનોખી ભક્તિ બતાવી… – GujjuKhabri

દાંતાના ૬ વર્ષના બાળકે ૨૨ કિલોમીટર પદયાત્રા કરીને માં જગત જનનીના મંદિરમાં ધજા ચડાવીને અનોખી ભક્તિ બતાવી…

બધા જ લોકોને દેવી-દેવતાઓમાં શ્રદ્ધા હોય છે અને તેથી જ રોજે રોજ મંદિરમાં દર્શને પણ ભક્તો જતા હોય છે. એવી જ રીતે આજે લાખો શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમ હોવાથી પગપાળા માં જગત જનની માં અંબેના દર્શને જઈ રહ્યા છે.

છેલ્લા એકાદ બે વર્ષથી કોરોના હોવાથી ભક્તો ખાસ ગયા નહતા પણ આ વર્ષે લાખો ભક્તો ચાલીને માં ના દર્શને જઈ રહ્યા છે.એવામાં એક ભક્ત જે હજુ તો ૬ વર્ષનો છે અને હાલમાં ૨૨ કિલોમીટર ચાલીને માં જગત જનની અંબેના દર્શને પહોંચ્યો છે.

આ ભક્તનું નામ પ્રિયાંશ રાવલ છે અને તેઓ દાંતના પેથાપુર ગામના રહેવાસી છે. પ્રિયાંશના દાદા સ્વ.કનુભાઈએ સાચવેલી ધજાને અંબાજીમાં શિખર પર ચડાવવા માટે તેના દાદીને જીદ કરી હતી. તો પ્રિયાંશ તેની માતા હેતલબેન સાથે પગપાળા ૨૨ કિલોમીટર ચાલીને ગયા હતા.

આમ અનોખી ભક્તિ બતાવીને આ ભક્ત બીજા લોકો માટે પ્રેરણારૂપ સાબિત થયો છે. હજુ તો પ્રિયાંશુ બીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેને હાલમાં ચાલીને જઈ બીજા લોકો માટે એક ઉદાહરણ બન્યો છે. બાળકને જે શ્રદ્ધા હતી તેને જોઈને તેની માતાએ પણ દીકરાને સાથે આપ્યો અને તેની સાથે ચાલીને માં અંબેના દર્શને ગયા હતા.

આમ પ્રિયાંશ બીજા લોકો માટે પ્રેરણારૂપ સાબિત થયો છે અને માં અંબે માં તેને એટલી શ્રદ્ધા હતી કે ૨૨ કિલોમીટર સુધી ચાલીને માને ધજા ચડાવી હતી. આમ અનોખી ભક્તો પણ બતાવી હતી. આમ ૬ વર્ષના બાળકને જોઈને બધા જ લોકો ખુશ થઇ ગયા હતા.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.