દસ દિવસથી કૂતરું મેટ્રો ટ્રેક પર ફસાઈ ગયું હતું તો અમદાવાદના દીકરાએ કુતરાને સાડા ત્રણ કલાકના રેસ્ક્યુ બાદ બહાર કાઢીને કુતરાનો જીવ બચાવીને નવું જીવનદાન આપ્યું. – GujjuKhabri

દસ દિવસથી કૂતરું મેટ્રો ટ્રેક પર ફસાઈ ગયું હતું તો અમદાવાદના દીકરાએ કુતરાને સાડા ત્રણ કલાકના રેસ્ક્યુ બાદ બહાર કાઢીને કુતરાનો જીવ બચાવીને નવું જીવનદાન આપ્યું.

હાલમાં અમદાવાદમાં મેટ્રોની શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી હતી તેવામાં વિજયનગર મેટ્રો સ્ટેશન પરથી એક કૂતરો મેટ્રોના ટ્રેક પર જતો હતો તે સમય દરમિયાન મેટ્રો ટ્રેનની ટ્રાયલ શરૂ થવાની તૈયારી હતી અને બીજી બાજુ કૂતરાએ ઘણા પ્રયત્નો કર્યા પણ તે ટ્રેક પરથી પ્લેટફોર્મ પર ચઢી શકતું ન હતું. ત્યારબાદ આ ઘટના મેટ્રોના સિનિયર સેફ્ટી મેનેજર ઈન્દ્રજીતસિંહને જોઈ.

તે પછી ઈન્દ્રજીતસિંહએ આ ઘટનાની જાણ કોર્પોરેશનને કરી પણ સમયસર કોઈ આવ્યું નહીં એટલે ઈન્દ્રજીતસિંહએ આ ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક લોકોને કરી, તો સ્થાનિક લોકોએ શ્રી ગણેશ ફાઉન્ડેશનના હાર્દિક પટેલનો સંપર્ક કરીને દસ દિવસ પછી સાડા ત્રણ કલાક સુધી કૂતરાનું રેસ્ક્યૂ કરીને કૂતરાને બહાર કાઢીને નવું જીવનદાન આપ્યું હતું.

જો આ કૂતરાને સમયસર બહાર કાઢવામાં આવ્યો ન હોત તો તેનો જીવ જોખમમાં મુકાઈ જાત પણ સમયસર ઈન્દ્રજીતસિંહએ કુતરાને રેસ્ક્યુ કરીને બચાવી લીધો હતો, આ ઘટના વિષે શ્રી ગણેશ ફાઉન્ડેશનના ફાઉન્ડર હાર્દિક પટેલે જણાવતા કહ્યું હતું કે વિજયનગર ક્રોસિંગ પાસે રહેતાં જે.ડી શ્રોફે અમારી હેલ્પલાઈન પર નંબર કરીને જણાવ્યું હતું.

ક્રોસિંગ પાસે આવેલા મેટ્રો સ્ટેશનના ટ્રેક પર છેલ્લા દસ દિવસથી એક કૂતરું ફસાઈ ગયું છે એટલે તેને બહાર કાઢવા માટે અમે ઘણા પ્રયત્નો કર્યા પણ તે બહાર નીકળી શકતું નથી, તો તાત્કાલિક જ ત્યાં જઈને કૂતરાની શોધખોળ કરવાની શરૂ કરી અને બે કલાક બાદ કૂતરું મળ્યું તો તેને બિસ્કીટ ખવડાવીને તેને મેટ્રોના ટ્રેક પરથી નીચે ઉતારીને કૂતરાને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી.