દસ ચોપડી ભણેલા જામનગરના આ મહિલાએ તેમની જમીનમાં ટ્રાયલ બેઝ પર અમેરિકાના સુપરફૂડની સફર ખેતી કરીને મોટી સિદ્ધિ હાંસલ કરી. – GujjuKhabri

દસ ચોપડી ભણેલા જામનગરના આ મહિલાએ તેમની જમીનમાં ટ્રાયલ બેઝ પર અમેરિકાના સુપરફૂડની સફર ખેતી કરીને મોટી સિદ્ધિ હાંસલ કરી.

આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને તેથી જ દેશભરમાં જુદી જુદી પ્રકારની ખેતી આપણને જોવા મળતી હોય છે. આજે ઓછા ખર્ચે લોકો સારો એવો નફો પણ મેળવતા હોય છે. આજે એવા જ એક દસ સુધી અભ્યાસ કરેલા મહિલા વિષે જાણીએ.આ મહિલા જામનગરના આરબલુસ ગામના રહેવાસી છે અને તેમનું નામ પારૂલબેન છે.તેઓ તેમની જમીનમાં પહેલી વખતે અમરિકાનું સુપરફુડ ગણાતું કિનોવાનાની ખેતી કરવામાં સફળ રહ્યા છે. ખાસ કરીને પુરુષો જ ખેતીમાં મહિલાઓ કરતા આગળ હોય છે પણ આ ખેતીમાં પારૂલબેન પુરુષો કરતા આગળ નીકળી ગયા છે.

તેઓએ તેમની જમીનમાં ટ્રાયલબેઝ પર અમેરિકાનું સુપરફૂડ કિનોવાનાનું વાવેતર કર્યું.જેમાં તેમને સફળતા મળી હતી, પારુલબેન ધોરણ દસ જ પાસ છે અને તેમ છતાં તેઓએ હિંમત હાર્યા વગર તેઓએ આ અમેરિકાનું સુપરફૂડની ખેતી કરવાનું વિચાર્યું હતું.તેઓ કૃષિ યુનિવર્સીટી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે અને આમ તેઓએ ટ્રાયલ બેઝ પર વર્ષ ૨૦૨૦ થી કિનોવાને ઉગાડવાનો પ્રયાસ કર્યો અને તેમાં તેમને સફળતા મળી હતી.

આ ખેતીમાં ખર્ચો નહિવત પ્રમાણમાં આવે છે અને તેમને ત્રણ વર્ષ પછી આ ખેતીમાં સારી એવી સફળતા મળી હતી.આ ખેતીમાં કોઈ ખાતર કે દવાની જરૂરિયાત નથી હોતી એટલે તેઓએ આ ખેતી કરીને મહિલા હોવા છતાં પુરુષ સમોવડા બન્યા અને હવે આ ખેતીમાંથી સારી એવી આવક પણ તેઓ મેળવી શકશે અને બીજી મહિલાઓને પણ પ્રેરણા આપશે.