દસમાં ધોરણમાં ભણતા આ દીકરાએ અભ્યાસની સાથે સાથે ૫૬ ડિજિટલ કંપની ઉભી કરીને માતાનું અધૂરું સપનું પૂરું કર્યું. – GujjuKhabri

દસમાં ધોરણમાં ભણતા આ દીકરાએ અભ્યાસની સાથે સાથે ૫૬ ડિજિટલ કંપની ઉભી કરીને માતાનું અધૂરું સપનું પૂરું કર્યું.

આપણે દરેક લોકો જાણીએ જ છીએ કે જે વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરે છે તે દરેક લોકોને જીવનમાં ચોક્કસ સફળતા મળતી હોય છે, આજે આપણે એક તેવા જ ૧૩ વર્ષના દીકરા વિષે વાત કરીશું, આ દીકરાનું નામ સૂર્યાશ કુમાર હતું, સૂર્યાશએ પોતાના જીવનમાં આગળ વધવા માટે ખુબ જ મહેનત કરી હતી અને મોટી સફળતા મેળવીને માતાપિતાનું નામ રોશન કર્યું હતું.

સૂર્યાશ વિષે વાત કરીએ તો સૂર્યાશ બિહારના મુઝફ્ફ્રરપુર જિલ્લાના કટરા બ્લોકના અમ્મા ગામના રહેવાસી હતા, જયારે ૧૩ વર્ષના બાળકોને રમતગમતમાં ધ્યાન રહેતું હોય છે તે સમયે સૂર્યાશએ એક વર્ષમાં જ પોતાની મહેનતથી ૫૬ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કર્યા હતા, સૂર્યાશ હાલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો અને જે સમયે સૂર્યાશ નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો તે સમયે સૂર્યાશએ પહેલું પ્લેટફોર્મ બનાવ્યું હતું.

સૂર્યાશને આ આઈડિયા ઓનલાઇન સામાન સર્ચ કરતી વખતે આવ્યો હતો, ત્યારબાદ સૂર્યાશએ ધીરે ધીરે આ કાર્ય કરવાનું શરૂ કર્યું અને આ વાતની જાણ તેના પિતાને કરી તો પિતાએ પણ સૂર્યાશને સાથ આપીને આ કામ આગળ કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો, સૂર્યાશએ પહેલું પ્લેટફોર્મ આ વિચાર સાથે બનાવ્યું હતું કે કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિના ઘરે માત્ર ત્રીસ મિનિટમાં પહોંચી જાય.

સૂર્યાશ તેના પ્લેટફોર્મને મોટું બનાવવા માટે દિવસના અઢાર કલાક કામ કરતો હતો અને તેની સાથે સાથે તેનો અભ્યાસ પણ કરતો હતો, સૂર્યાશ તેના જીવનમાં આ કાર્યને આગળ વધારવા માંગતો હતો, હાલમાં સૂર્યાશને આ પ્લેટફોર્મ ડિજિટલમાંથી કોઈ આવક મળતી ન હતી પણ ટૂંક સમયમાં જ સૂર્યાશને આ પ્લેટફોર્મમાંથી સારી એવી કમાણી થશે.