દંપતી દીવ ફરવા ગયું હતું ત્યાં ૧૫ હજાર રૂપિયા ભરેલું પર્સ ખોવાઈ જતા માં મોગલની માનતા રાખી અને હજુ તો ૧૨ કલાક પણ નહતા થયા ને થયો આવો ચમત્કાર…. – GujjuKhabri

દંપતી દીવ ફરવા ગયું હતું ત્યાં ૧૫ હજાર રૂપિયા ભરેલું પર્સ ખોવાઈ જતા માં મોગલની માનતા રાખી અને હજુ તો ૧૨ કલાક પણ નહતા થયા ને થયો આવો ચમત્કાર….

માં મોગલના પરચા અપરંપાર છે માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દૂર થાય છે. માં મોગલે બધા જ મુશ્કિલથી મુશ્કિલ કામો પણ દૂર કરી આપ્યા છે. લાખો લોકોના દુઃખ માં મોગલે દૂર કર્યા છે. હજારો નિઃસંતાન દંપતીને બાળકો આપ્યા છે.

આજ સુધી એવા ઘણા પરચાઓ થઇ ગયા છે. માં મોગલના એક એવા જ પરચા વિષે જણાવીશું જેનાથી તમારો પણ તેમના પર વિશ્વાસ બંધાઈ જશે.જ્યાં એક દંપતી દીવ ફરવા માટે ગયા હતા જયારે ઘરે આવી રહયા હતા.

એ દિવસે તેમનું ૧૫ હજાર રૂપિયા ભરેલું પર્સ પાડી ગયું હતું. દંપતીને જયારે આ વાતની જાણ થઇ કે તે ખુબજ ચિંતામાં આવી ગયા અને મહિલાએ તરત જ માં મોગલની માનતા રાખી કે માં મોગલ ૨૪ કલાકમાં અમારું પૈસા ભરેલું પાકીટ એમના એમ મળી જાય તો હું ૧૫ હજાર તમારા મંદિરે ચઢાવીશ.

હજુ માનતા માન્યાના ૧૨ કલાક પણ નહતા થયા અને તેમનું પાકીટ એમના એમ મળી ગયું. તેમનું પાકીટ એક અમદાવાદના દંપતીને મળ્યા તેમને સંપર્ક કર્યો હતો અને તેમને ઈમાનદારી દાખવીને તે દંપતીને ૧૫ હજાર રૂપિયા એમના એમ પાછા આપ્યા હતા. આ જોઈને દંપતી ખુબજ ખુશ થઇ ગયા તેમને માં મોગલનો આભાર માન્યો.

તો દંપતી માં મોગલની માનતા પુરી કરવા માટે કાબરાઉ આવી પહોંચ્યા તેમને કાબરાઉમાં મણિધર બાપુને ૧૫ હજાર રૂપિયા આપીને પોતાની માનતા વિષે જાણવાયું તો મણિધર બાપુએ કહ્યું કે આ માં મોગલમાં પર વિશ્વાસ રાખવા થી થયું છે કોઈ ચમત્કાર નથી એમ કહી પૈસા પાછા આપી દીધા.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.