થોડા સમયમાં જ ઘણા બધાની સચ્ચાઈ હું સામે લાવીશ, તારક મહેતા શોના શૈલેષ લોઢા આક્રમક થયા… – GujjuKhabri

થોડા સમયમાં જ ઘણા બધાની સચ્ચાઈ હું સામે લાવીશ, તારક મહેતા શોના શૈલેષ લોઢા આક્રમક થયા…

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ટીઆરપી લિસ્ટ માં દર્શકો ને મનોરંજન કરાવવા પ્રથમ ક્રમે રહ્યો છે વર્ષોથી આ શો દર્શકો ને ખુબ પસંદ છે કહાની ના પાત્રોને પણ દર્શકો ખૂબ જ પસંદ કરે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી શો ના પાત્રો એક પછી એક શો છોડીને નીકળી રહ્યા છે દયાબેન નું પાત્ર ભજવનાર દિશા વાકાણી એ પછી.

અંજલીનું પાત્ર ભજવનાર નેહા મહેતા શોઢીનુ પાત્ર ભજવનાર ગુરુચરણસિંહ ટપુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી અને રાજ અનાજકટ સાથે વર્ષોથી આ શોને હોસ્ટ કરી કહાનીનું અહંમ પાત્ર તારક મહેતાનુ ભજવનાર શૈલેષ લોઢા પણ શો થી બહાર આવ્યા છે શો મેકર આશિત મોદીએ બદલાવો સાથે નવા કલાકારો ને લાવ્યા છે.

પરંતુ દર્શકોની પહેલી પસંદતો આ કલાકારો જ હતા જે કલાકારોએ આ શોને છોડી દીધો છે શૈલેષ લોઢાએ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ એક કોમેડી શો સાથે જોડાયેલા હતા જોધપુર જઈ રહ્યા એ સમયે આસીત મોદીએ એમને તારક મહેતા શોની ઓફર કરી એમને તરત હા કહી દિધી વર્ષો સુધી એમને તારક મહેતા ઉલ્ટા ચશ્મા શોના.

સેટ પર પોતાનો પરિવાર સમજીને અભિનય કર્યો તારક મહેતાની આખી ટીમ સાથે તેમના સંબંધો ખૂબ સારા રહ્યા તેઓ ગોકુલધામ સોસાયટી સેટ ને ખૂબ જ મિસ કરે છે જ્યારે એમને શો છોડવા પર સવાલ કર્યો ત્યારે એમને કહ્યું ઘણી બધી મજબૂરી હોય છે એમ કોઈ પંખી પોતાનો વર્ષો જૂનો માળો કેમ છોડી શકે જ્યાં દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હોય.

એ પાત્ર કોઈપણ કલાકાર છોડી શકતું નથી હા ઘણી બાબતો આજે પણ મેં દર્શકોને જણાવી નથી પરંતુ તમે સમયની રાહ જુઓ હું ઘણા પુરાવા સાથે આપની વચ્ચે આવીશ અને બધી જ સચ્ચાઈ સામે લાવીશ હું સચ્ચાઈ સામે લાવવા માટે કટિબદ્ધ છું હું આક્ષેપો નહીં કરું પરંતુ સત્ય સાથે લોકોની વચ્ચે આવીશ શૈલેષ લોઢા આ સમયે.