ત્રાજ ગામમાં ૪૬ વર્ષના રાજેશે કૃપા નામની દીકરીની હત્યા કરી દેતા કૃપાના ભાઈએ બહેનની અર્થીને કાંધ આપી તેના અંતિમ સંસ્કાર કર્યા તો આખું ગામ હીબકે ચડ્યું. – GujjuKhabri

ત્રાજ ગામમાં ૪૬ વર્ષના રાજેશે કૃપા નામની દીકરીની હત્યા કરી દેતા કૃપાના ભાઈએ બહેનની અર્થીને કાંધ આપી તેના અંતિમ સંસ્કાર કર્યા તો આખું ગામ હીબકે ચડ્યું.

૧૨ ફેબ્રુઆરીએ સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ નામના યુવકે હત્યા કરી હતી અને તેને કોર્ટે દોશી પણ જાહેર કર્યો હતો. આ ઘટના થયાને હજુ તો થોડા જ મહિનાઓ થયા છે અને ફરી એક વખતે એવી જ એક ઘટના હાલમાં બુધવારે સાંજે બની હતી. જ્યાં એક દીકરીની હત્યા તેને એક તરફી પ્રેમીએ ગામમાં જ કરી હતી આ ઘટના બન્યા પછી આખા ગામમાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટના ખેડાના માતર વિસ્તારમાં આવેલા ત્રાજ ગામમાં બની હતી, અહીંયા ગામમાં રહેતા દિલીપભાઈને ત્રણ સંતાન હતા જેમાં બે દીકરીઓ અને એક દીકરો હતો. તેમાંથી એક દીકરીનું નામ કૃપા હતું જે બુધવારે સાંજે તેના મિત્રો સાથે મંદિરમાં જઈને પછી ઘરે આવતી હતી એવામાં બસ સ્ટેન્ડ પાસે આવેલી એક દુકાને તે ઠંડુ લેવા માટે ગઈ હતી.

એ સમયે ત્યાં ગામનો જ એક ૪૬ વર્ષનો વ્યક્તિ રાજેશ જેને આ દીકરી ત્યાં ગઈ કે તરત જ તેની હત્યા કરી દીધી હતી. આ ઘટના બન્યા પછી રાજેશ ત્યાંથી જતો રહ્યો હતો અને આ ઘટના વિષે આખા ગામમાં ખબર પડી હતી. આમ બધા જ લોકોએ ભેગા થઈને પોલીસને પણ જાણ કરી હતી અને આ દીકરીનું મૃત્યુ થઇ ગયું હતું તો આખો પરિવાર ખુબ જ રડી રહ્યો હતો.

રાજેશે કૃપાને એક તરફી પ્રેમમાં આ કાર્ય કર્યું હતું એવું તપાસમાં જાણ્યું અને પોલીસે વધારે તપાસ આ દિશામાં ચાલુ કરી છે અને ચોક્કસ કારણ શોધવામાં આવશે. આમ જયારે દીકરીની અંતિમ યાત્રા નિકરી એ સમયે આખું ગામ ભીની આંખે દીકરીને યાદ કરીને રડી રહ્યું હતું. આ દીકરીને તેના ભાઈને અર્થીને કાંધ આપીને મુખાગ્નિ આપી હતી આ દ્રશ્યો જોઈને આખું ગામ હીબકે ચડ્યું હતું.