ત્રણ ભાઈઓ ખુશી ખુશી ઘરેથી ફરવા માટે ગયા અને ત્યાં સેલ્ફી લેતી વખતે થયું એવું કે આ સેલ્ફી તેમના જીવનની અંતિમ સેલ્ફી બની ગઈ.
રોજબરોજ અવનવા ઘણા બનાવો બનતા હોય છે, ઘણા બનાવો તો એવા બનતા હોય છે કે તે જાણીને દરેક લોકો દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ ચોંકાવનારો કિસ્સો બાડમેર જિલ્લામાંથી સામે આવ્યો હતો, બાડમેર જિલ્લામાં આવેલા ગદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તળાવમાં ત્રણ યુવકોના ડૂબી જવાથી મૃત્યુ થઇ ગયા હતા.
ત્યારબાદ આ ઘટના વિષે પરિવારના લોકોને જાણ થઇ તો તરત જ પરિવારના લોકો ઘટનાસ્થળે આવી ગયા હતા, ત્યારબાદ આશરે ત્રણ કલાક સુધી તળાવમાં યુવકોની શોધખોળ કરવામાં આવી અને એક પછી એક એમ ત્રણેય યુવકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા, આ દ્રશ્યો જોઈને પરિવારના દરેક લોકો દુઃખી થઇ ગયા હતા અને જાણે આખા પરિવારમાં અરેહાટી સર્જાઈ ગઈ હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું.
આ ઘટના બન્યા બાદ તળાવ પાસે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, આ ઘટના વિષે ગદરા રોડ પોલીસે જણાવતા કહ્યું હતું કે આરીફ, અઝીઝ અને રઝાક એક જ પરિવારના સભ્યો હતા અને ત્રણેય પિતરાઈ ભાઈઓ હતા, ત્રણેય ભાઈઓ ગદરા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના અમી કા પાર વિસ્તારના રહેવાસી હતા, આ ત્રણેય ભાઈઓ બીજા ખેલાડીઓ સાથે ક્રિકેટમાં રમવા માટે ગયા હતા.
તે સમય દરમિયાન આ વિસ્તારમાં વરસાદ બાદ તળાવમાં નહાવાનું બંધ કરી દીધું હતું. તો પણ આ યુવકોએ સ્નાન કરતા પહેલા સેલ્ફી લીધી અને તે પછી ત્રણેય ભાઈઓનું મૃત્યુ થઇ ગયું હતું, પોલીસએ ત્યાં તપાસ કરી તો પોલીસને ત્યાંથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. આ ઘટના બન્યા બાદ પોલીસનું એવું માનવું હતું કે એક ભાઈને નહાતી વખતે પગ લપસી ગયો હતો.
તો તેને બચાવવા માટે બીજા બે ભાઈઓ પડ્યા એટલે ત્રણેય ભાઈઓના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થઇ ગયા હતા, આ ઘટના બન્યા બાદ ત્રણેય પરિવારમાં જાણે શોકના વાદળો છવાઈ ગયા હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું.