ત્રણ પિતરાઈ ભાઈઓ દાદાની અસ્થિ વિસર્જન કરીને ઘરે પરત આવી રહ્યા હતા પણ થયું એવું કે બે ભાઈઓ એકસાથે દુનિયાને છોડીને ચાલ્યા ગયા તો પરિવારમાં અરેહાટી સર્જાઈ ગઈ. – GujjuKhabri

ત્રણ પિતરાઈ ભાઈઓ દાદાની અસ્થિ વિસર્જન કરીને ઘરે પરત આવી રહ્યા હતા પણ થયું એવું કે બે ભાઈઓ એકસાથે દુનિયાને છોડીને ચાલ્યા ગયા તો પરિવારમાં અરેહાટી સર્જાઈ ગઈ.

ઘણી અવનવી ઘટનાઓ બનતી હોય છે, ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે કે તે જાણીને દરેક લોકો દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો સામે આવ્યો હતો, આ કિસ્સો ગોધરાના ખાડી ફળીયા વિસ્તારમાંથી સામે આવ્યો હતો, આ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં દુઃખના પહાડો તૂટી પડતા શોકના વાદળો છવાઈ ગયા હતા.

આ પરિવારમાં રહેતા હર્ષવર્ધન સિંહ સોલંકી, જનકસિંહ સોલંકી અને મહેશભાઈ પરમાર સહિત પરિવારના ૨૬ લોકો ટેમ્પામાં બેસીને પોતાના દાદાના અસ્થિ વિસર્જન માટે ચાણોદ ગયા હતા, ચાણોદમાં દાદા અમરસિંહ સોલંકીના અસ્થિ વિસર્જન બાદ પરિવારના લોકો ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે ચાણોદ અને પોઇચા વચ્ચે આવેલી નદીમાં હર્ષવર્ધન સિંહ સોલંકી સ્નાન કરવા માટે ગયા હતા.

પાણીનો પ્રવાહ વધતા અચાનક જ હર્ષવર્ધન સિંહ પાણીમાં ડૂબવા લાગ્યો તો તેને બચાવવા માટે તેના બે પિતરાઈ ભાઈઓ પડ્યા પણ પાણીનો પ્રવાહ વધતા બે ભાઈઓ ડૂબી ગયા હતા, આ પાણીમાં ડૂબવાથી બે ભાઈઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયા હતા, આ ઘટનામાં ત્રણેય ભાઈઓના પાણીમાં ડૂબી જવાથી આખા પરિવારમાં જાણે માતમ છવાઈ ગયો હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું.

ત્યારબાદ ત્રણેય ભાઈઓને પાણીની બહાર કાઢવામાં આવ્યા અને આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તાત્કાલિક જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરીને ત્રણેય યુવકોને ૧૦૮ ની મદદથી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન જ હર્ષવર્ધન સિંહ અને જનકભાઈનું મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટના સર્જાયા બાદ આખા વિસ્તારમાં શોકના વાદળો છવાઈ ગયા હતા.