ત્રણેય બહેનોના એક જ ઘરમાં લગ્ન કર્યા હતા પણ આ એક કારણથી ત્રણેય બહેનોએ એકસાથે જ પોતાનું જીવન ટૂંકાવી દીધું તો આજે માતાપિતા પોંખ મૂકીને રડી રહ્યા છે…
આપણે ઘણા એવા કિસ્સાઓ બનતા જોતા હોઈએ છીએ જે જાણીને દરેક લોકો દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ દુઃખદ કિસ્સો સામે આવ્યો હતો, આ કિસ્સો રાજસ્થાનના જયપુરથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે જયપુરના ડુડુ વિસ્તારમાં આવેલા એક કૂવામાંથી એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા તો આખા પંથકમાં ચકચાર મચી ગયો હતો.
આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરીને જણાવ્યું તો એક જ પરિવારની ત્રણ બહેનોએ પોતાના જીવન ટૂંકાવી દીધા હતા, આ ત્રણેય બહેનોના લગ્ન એક જ પરિવારમાં થયા હતા અને બે બાળકો પણ હતા, ત્રણ મહિલામાંથી બે મહિલાઓ ગર્ભવતી હતી. તેથી ૨૫ મેના રોજ ત્રણેય બહેનો પોતાના બાળકો લઈને બજારમાં જવાના બહાને ઘરેથી નીકળી હતી.
ત્યારબાદ ઘણો સમય થયો તો પણ આ મહિલાઓ ઘરે પરત ન આવી એટલે પરિવારના લોકોએ શોધખોળ કરી પણ મહિલાઓનો કોઈ પત્તો ન મળ્યો એટલે પરિવારના લોકોએ આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરી, ત્રણેય મહિલાઓના પિતરાઈ ભાઈએ કહ્યું કે મારી બહેનોને તેના સાસરિયાના લોકો પરેશાન કરતા હતા, તો પોલીસે બધી તપાસ કરીને સાસરી પક્ષના કેટલાક સભ્યોની પુછપરછ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી.
આ ઘટના વિષે જયપુર ગ્રામીણ એસપી મનીષ અગ્રવાલે પણ જણાવતા કહ્યું હતું કે ત્રણ બહેનોમાંથી એક મહિલાએ તો વોટ્સએપ પર સ્ટેટસ પણ મૂક્યું હતું, તેથી આ બહેનોના પિતાએ તેના સાસરિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી તો પોલીસે આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી.
આ ત્રણેય બહેનો જીવનમાં આગળ વધવા માટે અભ્યાસ કરીને પોતાનું ગુજરાન ચલાવવા ઇચ્છતી હતી પણ સાસરિયાના લોકોથી પરેશાન થઈને ત્રણેય બહેનોએ તેમના બાળકો સાથે એકસાથે પોતાના જીવન ટૂંકાવીને મોતને વ્હાલું કર્યું તો આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો.