તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ત્રીજીવાર બદલાયો ટપુ, આ યુવક હવે નિભાવશે ટપુનું પાત્ર… – GujjuKhabri

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ત્રીજીવાર બદલાયો ટપુ, આ યુવક હવે નિભાવશે ટપુનું પાત્ર…

મિત્રો તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ટી જોઈ જ હશે, આ શો છેલ્લા ઘણા સમયથી લોકો નું મનોરંજન કરી રહ્યો છે, આ શો ૨૦૦૮ માં શરૂ થયો હતો આજે આ શોને ૧૪ વર્ષ જેટલો સમય થઇ ગયો છે અને આટલો લમ્બો શો ચાલે તે જ સૌથી મોટી વાત છે.

અને જયારે આટલો મોટો શો ચાલતો હોય ત્યારે જરૂરી નથી કે બધું પહેલા જેવું જ રહે.આ ૧૪ વર્ષમાં આ શો માં પણ ઘણા બધા બદલાવો આવી ગયા છે, ઘણા કલાકારોએ આ શો પણ છોડી દીધો છે. જેવા કે દયા બેન, ટપુ , સોઢી અને બીજા ઘણા પાત્રોએ આ શો છોડી દીધો છે.

માટે કોઈના શો છોડવાથી શો માં તે પાત્ર બંધ નથી થતું. શો બનાવનારા તરત જ શો માં બીજા પાત્રો લઈને આવી જાય છે. આવી જ રીતે શો માં હવે ત્રીજા ટપુની એન્ટ્રી થવા માટે એ રહી છે.

 

આની પહેલા રાજ ટપુનું પાત્ર ભજવતો હતો અને થોડા સમય પહેલા તેને પણ આ શો છોડી દેતા શો આમ મેકર્સ ઘણા સમયથી ટપુના પાત્રની શોધ કરી રહ્યા હતા. પણ હવે શો ના મેકર્સની શોધ ખતમ થઇ છે અને તેમને નવો ટપુ મળી ગયો છે, નીતિન ભલું હવે ટપુના રોલ નીભવશે અને શો માં રાજને રિપ્લેસ કરશે.

 

ટુંકજ સમયમાં શો માં નવા ટપુને એન્ટ્રી જોવા મળશે. આ પહેલા નીતિન ટીવી સિરિયલમાં કામ કરતો હતો પણ તે તેની માટે આ શો મોટો બ્રેક છે. આનાથી તેને લાખો લોકો ઓળખશે અને તેની માટે કરિયરમાં બીજી પણ ઘણીં તકો લઈને આવશે. હવે જોવાનું રહ્યું કે આ નવી ટપુ લોકોના દિલ જીતી શકે છે કે નથી.