|

તારક મહેતાની આ અભિનેત્રીએ પણ માંગી ભાજપ પાસે ટિકિટ,શું હવે શો છોડીને રાજનીતિમાં જોડાઈ જશે ?

કોમેડી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 2008 થી પ્રસારિત થઈ રહી છે અને આજે પણ દર્શકોની પ્રિય છે.આજે અમે તમને આ ટીવી સિરિયલમાં કામ કરી ચૂકેલ અભિનેત્રી આરતી જોશી વિશે જણાવીશું.

તાજેતરમાં જ ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક માટે નિરીક્ષકોએ સેન્સ લીધી હતી.આ બેઠક માટે ઘર ઘરમાં ફ્રેમસ બનેલી ધારાવાહિક ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી ચૂકેલી ટીવી એક્ટ્રેસ આરતી જોશીએ પણ ભાજપની ટિકિટની માંગ કરી હતી.

આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ત્યારે આ જ બેઠક માટે ધારાસભ્ય વિભાવરી બેન દવેને રિપીટ કરવા ટેકેદારો માંગ કરી રહ્યા છે.તે સિવાય પૂર્વ મેયર મેહુલભાઇ વડોદરિયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, રાજુ ઉપાધ્યાય, કોળી સમાજમાંથી ગીતાબેન મેર, ધવલ દવે, બ્રહ્મ સમાજના આગેવાન નીતિન ભટ્ટ સહિતનાઓએ ભાવનગર પૂર્વ બેઠક માટે ટિકિટ માંગી હતી.તમને જણાવીએ કે આરતી જોશી વેબ સિરીઝ ‘દલ્લા’માં પણ જોવા મળી હતી.સાથે અભિનેત્રી ફિલ્મ ‘સંજુ’ અને નરેન્દ્ર મોદી બાયોપિકમાં જોવા મળી હતી.

 

Similar Posts