તાંત્રિકે પ્રેમી-પ્રેમિકાનો લીધો ભોગ,સંબંધ બાંધી રહેલા આ દંપતીને ફેવિકિકથી ચોટાડી દીધા,પછી જે કર્યું તે જાણીને તમે પણ હેરાન થઈ જશો….
રાજસ્થાનમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.ઉદયપુરમાં જઘન્ય બેવડી હત્યાના સમાચાર સાંભળીને લોકોની આત્મા કંપી ઉઠી છે.પોલીસે એક એવા તાંત્રિકની ધરપકડ કરી છે જેણે જાદુ-ટોણાના બહાને એક પરિણીત પુરુષ અને તેની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.ત્યારે પોલીસને ભારે જહેમત બાદ આ કેસમાં આરોપીને પકડવામાં સફળતા મળી હતી.
શુક્રવાર એટલે કે 18મી નવેમ્બરની સવારે ઉદેપુર જિલ્લાના ગોગુંદા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉબેશ્વરના જંગલોમાં માજાવદ ગામ પાસે એક અજાણ્યા યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.માહિતી મળતા જ ગોગુંદા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસકર્મીઓએ ઘટનાસ્થળે જઈને જોયું તો એક યુવતી અને યુવકની લાશ નગ્ન હાલતમાં પડી હતી.
યુવકનો પ્રાઈવેટ પાર્ટ કપાયેલો જોવા મળ્યો હતો અને યુવતીના પ્રાઈવેટ પાર્ટમાં પણ ઈજાના નિશાન જોવા મળ્યા હતા.પોલીસની તપાસમાં મૃતક યુવકની ઓળખ રાહુલ મીણા (30 વર્ષ) તરીકે થઈ હતી.જે વ્યવસાયે શિક્ષક હતો.તે જ સમયે મહિલાની ઓળખ સોનુ (28) તરીકે થઈ હતી.પોલીસે 72 કલાકમાં આ હત્યા કેસનો ખુલાસો કર્યો હતો.મળતી માહિતી મુજબ,
બંને પરિણીત હતા અને મામલો પ્રેમ પ્રકરણનો હતો. પોલીસના કહેવા પ્રમાણે મૃતદેહો મળ્યા બાદ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા.મળેલા પુરાવાના આધારે શંકાસ્પદ તાંત્રિક ભાલેશ કુમાર (55)ને કસ્ટડીમાં લેવામાં આવ્યો.જેણે પૂછપરછ દરમિયાન હત્યાના ગુનાની કબૂલાત કરી હતી.તાંત્રિકે એમ પણ કહ્યું છે કે મૃતક રાહુલ તેની દીકરી પર ખરાબ નજર રાખી રહ્યો હતો.
રાહુલને ચેતવણી આપવા છતાં તે માન્યો નહોતો.તાંત્રિકે કોઈ ટોટકાના બહાને રાહુલ અને સોનુને સુખડિયા સર્કલ પર બોલાવ્યા હતા પછી તેમને ગોગુંદા વિસ્તારના એકાંત જંગલમાં લઈ ગયો.ઘટનાસ્થળ પર જ તેણે બંનેને તેની સામે જ શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું અને સાથે જ બંને પર ફેવીક્વિકની બોટલ ઠાલવી દીધી.
યુવક અને યુવતી કંઈક સમજી શકે ત્યાં સુધીમાં બંને એકબીજા સાથે ખરાબ રીતે ચોટી ગયા હતા.એટલું જ નહીં અલગ થવાના પ્રયાસમાં બંનેની ગુપ્તભાગની ચામડી ઉખડી ગઈ.બીજી તરફ તાંત્રિક ભાલેશે આ દરમિયાન બંનેના અંગત ભાગ પર છરી અને પથ્થર વડે હુમલો કર્યો હતો અને હત્યા કર્યા બાદ ત્યાંથી નીકળી ગયો હતો.