તહેવારોની સિઝન વચ્ચે જનતા ફરી મળ્યો ઝટકો,CNGના ભાવ જાણીને તમે પણ ચોકી જશો…. – GujjuKhabri

તહેવારોની સિઝન વચ્ચે જનતા ફરી મળ્યો ઝટકો,CNGના ભાવ જાણીને તમે પણ ચોકી જશો….

કોરોના બાદ આપણે સૌ જાણીએ છીએ કે બજારમાં દરેક જગ્યાએ મંદી મંડરાય રહી છે.નવરાત્રીના તહેવારમાં સામાન્ય લોકોને વધુ મોઘવારીનો નવો ડામ સહન કરવાનો વારો આવ્યો છે.અદાણી CNGમાં ફરી એકવાર વધારો થયો છે.CNGના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો થયો છે.કુદરતી ગેસની કિંમત 40 ટકા વધીને રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.આ સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે

સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક આંચકો લાગી શકે છે.તમને જણાવીએ કે ગઈ કાલના 83. 90 રૂપિયાના ભાવની સરખામણીએ આજથી લોકોને 86. 90 રૂપિયા ચૂકવવા પડશે.તારીખ 18 ઓગસ્ટના રોજ અદાણી CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.ત્યારે CNGનો ભાવ 83.90 થયો હતો.જ્યાર બાદ આજે ફરીવાર CNG ગેસના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સરકારી માલિકીની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના જૂના ક્ષેત્રોમાંથી ઉત્પાદિત ગેસ માટે ચૂકવવામાં આવતો દર એકમ દીઠ 6.1 પ્રતિ યુનિટથી વધીને ઊર્જાના ભાવમાં તાજેતરના ઉછાળાને ઉમેરીને 9 ડોલર પ્રતિ યુનિટ થયો છે. આ રેગ્યુલેટેડ વિસ્તારો માટે અત્યાર સુધીનો સૌથી વધુ દર હશે.

કુદરતી ગેસ ખાતર બનાવવા તેમજ વીજળી ઉત્પન્ન કરવા માટેનો મુખ્ય કાચો માલ છે. તે સીએનજીમાં પણ કન્વર્ટ થાય છે અને પીએનજી એટલે કે એલપીજી તરીકે પણ વપરાય છે. દરોમાં ભારે વધારાથી CNG અને PNGના ભાવમાં વધારો થવાની ધારણા છે, જે છેલ્લા એક વર્ષમાં 70 ટકાથી વધુ વધી ચૂક્યા છે.

સરકાર દર છ મહિને એટલે કે 1 એપ્રિલ અને 1 કરોબરે ગેસના ભાવ નક્કી કરે છે.આ કિંમતો યુએસ,કેનેડા અને રથિયા જેવા ગેસ સરપ્લસ દેશોમાં પ્રવર્તતા દરો પર આધારિત છે.આનો અર્થ એ થયો કે કુદરતી ગેસના નવા દર હવે 31 માર્ચ સુધી લાગુ રહેશે અને તે પછી સરકાર 1 એપ્રિલ, 2023થી નવા દર નક્કી કરશે.