તલાટી નીતા પટેલની લાઈફ જોઈને સૌ કોઈ ચોકી ગયા,10 હજારથી ઓછા પૈસાના ચપ્પલ પણ નથી પહેરતી….
તાજેતરમાં સુરત એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે એક સરકારી અધિકારીને નવી રીતે લાંચ લેતા ઝડપ્યા હતા.નીતા પટેલે તેના ગુરુ મહેશ ભાઈ સાથે આ લાંચકાંડ રચ્યો હતો.તમને જણાવીએ કે મહેશભાઈ બીજું કોઈ નહિ પણ નીતા પટેલ જે એકેડમીમાં ટ્યુશન જતા ત્યાના સંચાલક છે.તેઓ આંગડીયા મારફતે લાંચના પૈસા એકઠા કરતા હતા.જેથી તેમના કાળા કૃત્યો ઉજાગર નહિ થાય.
સુત્રો મુજબ આરોપી નીતા પટેલ જ્ઞાન એકેડમીમાંથી જ પરીક્ષા આપીને તલાટી બની છે.નીતા પટેલે જણાવ્યું હું નોકરી શોખ ખાતર કરું છુ અને 10 હજારથી ઓછી કિંમતના તો ચપ્પલ પણ નથી પહેરતી.આવું કહીને તેણે ફરિયાદીને દમ મારી લાંચની રકમ ઓછી કરી ન હતી.તમને જણાવીએ કે ગાંધીનગરમાં વર્ષોથી જ્ઞાન એકેડમી ચલાવતા મહેશ આહજોલિયા હાલ સેક્ટર-6 ખાતે જ્ઞાન ન એકેડમી ચલાવે છે.
મહેશ પણ સરકારી કર્મચારી જ હતો, જો કે તેણે થોડા મહિના પહેલાં જ રાજીનામું આપ્યું હતું.તમને જણાવીએ કે ફરીયાદીએ ખેતીની જમીનમાં ખેતીને લગત બિયારણ,ખાતર વગેરે સરસામાન મૂકવા તેમજ મજૂરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવેલી છે.જેમાં વીજ મીટરની જરુરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા અરજી કરેલી હતી.
નીતા પટેલે ખેતરમાં વીજ મીટર કનેક્શન અને મકાન નંબર મેળવવા માટે જમીન માલિક પાસેથી એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી.તલાટી નીતા પટેલે તેના હાથમાંથી લાંચની રકમ લેવાની ના પાડી હતી.તેણે જમીનના માલિકને ગાંધીનગરમાં રહેતા મહેશભાઈ આજોલીયા નામના વ્યક્તિને આંગડિયા મારફત લાંચની રકમ મોકલવાનું કહ્યું હતું.
જો કે જમીન માલિક લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત એસીબી ટીમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.જમીન માલિકની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ગાંધીનગર આંગડિયામાંથી લાંચની રકમ લેનાર મહેશ આહજોલીયાને રંગે હાથે પકડી પાડવામાં આવ્યો હતો. બાદમાં તેના આધારે નર્મદા જિલ્લાના મહિલા તલાટીની લાંચની માંગણીની સમગ્ર સાંકળનો પર્દાફાશ કર્યો હતો.તમને જણાવીએ કે લાંચના છટકાની કાર્યવાહી દરમિયાન આરોપી નીતા નર્મદા જીલ્લા ખાતેથી તથા આરોપી મહેશ ગાંધીનગર ખાતેથી મળી આવ્યો છે.