તમે આવા માણસને ક્યારેય જોયો નહીં હોય,માણસના નહીં પરંતુ 500થી વધારે વાંદરાઓના પેટ ભરીને સેવા કરે છે,અમદાવાદમાં ઓળખાય છે મંકીમેન તરીકે…. – GujjuKhabri

તમે આવા માણસને ક્યારેય જોયો નહીં હોય,માણસના નહીં પરંતુ 500થી વધારે વાંદરાઓના પેટ ભરીને સેવા કરે છે,અમદાવાદમાં ઓળખાય છે મંકીમેન તરીકે….

આપણે એવાં ઘણાં લોકો જોયાં છે જેમને પ્રાણીઓથી ખૂબ જ લગાવ હોય છે.જેઓ પોતાના પાળેલા જાનવરોને ખુબ જ પ્રેમ કરતા હોય છે.તેમની સારી એવી સંભાળ રાખતાં હોય છે.આજે તમને એક એવા વ્યક્તિ વિષે જણાવીશું કે જેમનો કપિરાજ સાથેનો પ્રેમ જોઇને તમને પણ નવાઈ લાગશે.ખરેખર અમદાવાદના સ્વપ્નીલ સોનીનો કપિરાજ પ્રત્યેનો પ્રેમ તેમના સંતાનો કરતા પણ વધારે છે.

કપિરાજ પ્રત્યેના આ જ પ્રેમના કારણે લોકોં તેમને મંકીમેનના નામથી ઓળખે છે.તમને જણાવીએ કે સ્વપ્નિલ સોનીએ પોતાનું જીવન વાનરોના નામે કરી દીધું છે.સ્વપ્નિલ સોની પોતાના ખર્ચે લગભગ 500થી વધુ વાનરોને ભોજન કરાવે છે.વિગતવાર જણાવીએ કે અમદાવાદમાં રહેતા અને નારોલ વિસ્તારના સ્વપ્નિલ સોની છેલ્લા 10 વર્ષથી વાંદરાઓ સાથે ગાઢ સબંધ ધરાવે છે.

તે દર અઠવાડિયે 500થી વધુ વાંદરાઓને 1700 જેટલી રોટલી ખવડાવે છે.સાથે સાથે તેમને ભરપેટ ખવડાવ્યા બાદ પાણી પણ પીવડાવે છે.આવું નેક કામ તેઓ દર સોમવારે કરે છે.તેમનો પરિવાર પણ આ કાર્યમાં તેમને ટેકો આપે છે.સ્વપ્નિલ સોનીનું કહેવું છે કે આ કાર્યની પ્રેરણા તો મને મિરોલી ગામના રતિભાઈ પટેલ પાસેથી મળી છે.તેઓ અમદાવાદ રહેતા હતા.

હું જ્યારે મારા મિત્રો સાથે ધોળકામાં આવેલા જૈન મંદિરમાં દર્શન કરવા જતો ત્યાં રસ્તામાં રતિભાઈ પટેલ રોજ વાનરોને બાજરીના રોટલા ખવડાવતા.વાનરોને પણ તેમની સાથે એટલો પ્રેમ હતો કે રતિભાઈની ગાડીનું હોર્ન વાગે ને 100-200 વાનરો ભેગા થઈ જાય.રતિભાઈનું તો 105 વર્ષની ઉંમરે નિધન થયું.

રતિભાઈ પટેલ જેવું જ સ્વપ્નિલ સોની સાથે પણ થાય છે.તેઓ રોટલી લઈને વાંદરાઓના વિસ્તારમાં ગાડી સાથે એન્ટ્રી કરે કે તરત ચારે તરફથી વાંદરાઓ દોડતા આવી જાય છે અને તેમને ઘેરી વળે છે.મોટી સંખ્યામાં આવેલા વાંદરાઓ સ્વપ્નિલ ભાઈના હાથમાંથી જાતે જ એક-એક કરીને રોટલી ખાવા આવે અથવા વાંદરાઓ પોતાના નાના બચ્ચાઓ માટે રોટલી ત્યાંથી લઇને ઝાડ પર પરત પણ જતા રહે છે.

સરવાળે કહીએ તો આ સેવાના કામમાં સ્વપ્નિલભાઈ ખુશ છે. બસ તેઓ એક જ અરજી કરે છે કે હાલ ઓડ ગામના પટ્ટામાં જે વિસ્તાર છે ત્યાં ખૂબ જ વાનરો અને નીલગાય છે.પરંતુ આ પટ્ટાનું કમર્શિયલાઈઝેશન થઈ રહ્યું છે.ત્યાં મકાનો બંધાઈ રહ્યા છે.પરિણામે વાનરો અને નીલગાયનું રહેઠાણ છીનવાઈ રહ્યું છે.તેમનું કહેવું છે કે આવું ન થાય તો સારું.