ઢોરની અડફેટમાં મૃત્યુ પામેલા પટેલ યુવકના પરિવારને AMC આપશે લાખો રૂપિયાનું વળતર? જાણો આખી ઘટના વિષે…..
રાજ્યમાં રખડતાં ઢોરની સમસ્યાના કારણે લોકોને ભારે હાલાકી અનુભવવી પડે છે અને સતત ઢોરની હડફેટના કારણે અનેક પરિવારજનો પોતાના સ્વજનો ગુમાવે છે.ગત થોડા જ સમય પહેલા અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ગાયે અચાનક જ ડિવાઈડર ક્રોસ કરીને બાઈક પર સવાર 39 વર્ષીય ભાવિન પટેલને હડફેટમાં લીધા હતા.આ ઘટનામાં પરિવારના આશાસ્પદ એવા યુવાન ભાવિન પટેલને માથા અને
છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.ડોક્ટરોના જણાવ્યા મુજબ તેમને બ્રેઈન હેમરેજ થયું હતું.ઘરની ખુશીઓ ગણત્તરીની ક્ષણોમાં માતમમાં ફેરવાઈ ગઈ.આ ઘટનામાં બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી અને પત્ની નિરાધાર બની હતી.નરોડાની મુન લાઈટ સોસાયટીમાં વસવાટ કરતો પરિવાર હાલ શોકમય છે.
ત્યારે આ ઘટનાને લઈ કૃષ્ણનગર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશનના જવાબદાર અધિકારી અને ઢોરના માલિક વિદ્ધ માનવવધનો ગુનો નોંધ્યો હતો.ત્યારે હાઈકોર્ટના કડક વલણ બાદ એએમસી તંત્રએ મૃતક યુવકના પરિવારને વળતર ચૂકવવાનો નિર્ણય લીધો હતો.એએમસી દ્રારા મૃતકના પરિવારજનોને 5 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું છે.
આ સાથે કોર્પોરેશને પોતાની કામગીરીનું સોગંદનામું કોર્ટમાં રજુ કર્યું હતું જેમાં તેઓએ આંકડો રજુ કર્યો હતો કે તમામ ઝોનમાં કુલ 21 ટીમોને કામે લગાડવામાં આવી હતી જેમાં 24 ઓગસ્ટથી લઈને 11 નવેમ્બર સુધી લગભગ 5 હજાર 353 પશુઓ પકડી લેવામાં આવ્યા હતા, એટલું જ નહી આવા રખડતા ઢોરો માટે 3 ઢોરવાળા બનાવામાં આવ્યા હતા અને 2 હજી બની રહ્યા છે.