ડેડીયાપાડામાં પહેલા જ વરસાદે માતા દીકરી એકસાથે તણાયા તો માતાનો ચમત્કારિક બચાવ થયો પણ વહાલસોઈ દીકરીએ આ દુનિયાને અલવિદા કહી દીધું.
હજુ તો વરસાદ ચાલુ જ થયો છે અને એટલામાં એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેનાથી ઘણા પરિવારમાં માતમ છવાઈ જાય. આવી જ એક ઘટના ડેડિયાપાડાથી સામે આવી છે. જ્યાં માતા દીકરી પહેલા જ વરસાદમાં તણાઈ જતા ખુબજ અરેરાટી ફેલાઈ ગઈ હતી.ડેડિયાપાડાના કણજી ગામમાં દેવ નદી પર નાનો એવો બ્રિજ બનાવવામાં આવ્યો છે.ગઈકાલે રાતના ૮ વાગ્યાની આસપાસ વાંદરી ગામના શીલા બેન અને તેમની ૮ વર્ષની દીકરી ઘરે જઈ રહયા હતા. તે અજાણ હતા કે નદીનો વેગ વધી ગયો છે અને તેને પાર કરવામાં જીવને જોખમ છે.
પણ આ વાતથી અજાણ માં દીકરી નદી પાર કરી રહયા હતા. જ્યાં નદીનો વેગ વધારે હોવાથી. માં દીકરી નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.જેમાં માતાનો ચમત્કારિક બચવા થઇ ગયો હતો અને દીકરી નદીના વહેણમાં તણાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાની સાથે જ લોકો ત્યાં દોડી આવ્યા હતા. માતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને દીકરીનો શોધ ખોળ હાથ ધરવા આવી છે. જ્યાં દીકરીનો કોઈ આતો પત્તો લાગ્યો નથી. આ ઘટનાથી ગામમાં માતમ છવાઈ ગયો હતો. દીકરીના મૃત્યુથી આખા ગામમાં દુઃખ છવાઈ ગયું છે.
ગામના લોકો એ જણાવ્યું કે ડુંગળાર પ્રદેશ હોવાથી થોડો વરસાદ પડતાં જ નદીમાં પાણીનો વેગ વધી જાય છે અને તેનાથી આવી ઘટનાઓ ઘટતી રહે છે. માટે અહીં બરોજ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે પણ કોઈએ હજુ સુધી આ વાતને ધ્યાનમાં નથી લીધી.