ડીસા નરાધન શિક્ષકનો ચહેરો આવ્યો સામે,10મુ ભણતી વિદ્યાર્થિનીને હોટલ લઈ ગયો આ શિક્ષક,પછી ત્યાં જઈને કર્યું ખરાબ કામ… – GujjuKhabri

ડીસા નરાધન શિક્ષકનો ચહેરો આવ્યો સામે,10મુ ભણતી વિદ્યાર્થિનીને હોટલ લઈ ગયો આ શિક્ષક,પછી ત્યાં જઈને કર્યું ખરાબ કામ…

કહેવાય છે ને “શિક્ષક કભી સામાન્ય નહિ હોતા”જે રીતે કુંભાર માટીને વાસણમાં ઘડે છે,લુહાર લોખંડ ગરમ કરીને તેને કોઈ ઉપયોગી વસ્તુમાં ઢાળે છે.તેવી જ રીતે શિક્ષકો તેમના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવે છે.એટલે જ તો ભારતમાં શિક્ષકને પણ માતાપિતા જેટલું સ્થાન આપવામાં આવે છે.પરંતુ બધા શિક્ષક આવા નથી હોતા.તાજેતરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે જાણીને તમને ચોક્કસ આંચકો આવશે.

ડીસામાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે.શિક્ષકે ગુરુ-સીશ્યના સબંધોને બદનામ કરતું કૃત્ય આચર્યું છે.તમને જણાવીએ કે એક ટ્યુશન શિક્ષકે ધોરણ 10માં આભ્યાસ કરતી બાળા સાથે ગંદુ કામ કર્યું હતું.વિગતવાર જણાવીએ તો ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીની ડીસાની એક ખાનગી સ્કુલમાં અભ્યાસ કરતી હતી.

તેથી તેના પિતાએ ઘરે જ જય ટાંક નામના શિક્ષક જોડે ટ્યુશન બંધાવ્યું હતું.આ શિક્ષક વિધાર્થીની સાથે અવારનવાર છેડતી કરતો હતો.એટલુ જ નહિ શિક્ષકે એવી ધમકી આપી હતી કે જો તું મારી સાથે હોટલમાં નહિ આવે તો તને સ્કુલમાંથી ઉપાડીને લઇ જઈશ અને તારા પિતાની ઈજ્જત ખરાબ કરે.તેથી 3 ઓક્ટોમ્બરે વિદ્યાર્થીની ડરીને સ્કુલની બહારથી જ ટ્યુશન શિક્ષકની બાઈક પર બેસી ગઈ હતી.

આ હવસખોર શિક્ષક વિદ્યાર્થીનીને ગેસ્ટહાઉસમાંમાં લઇ ગયો હતો અને ત્યાં સગીરાના અશ્લીલ ફોટા પાડી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.જે બાદ ડરી ગયેલી વિધાર્થિનીએ આ વાતની જાણ પરિવારને કરી હતી.જે બાદ પરિવાર અને વિધાર્થિની દ્વારા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં આરપી શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે નરાધમ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના જ કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો.