ડીસામાં મોટા ભાઈના ૧૨ માં ના દિવસે જ નાના ભાઈનું પણ મોટા ભાઈની જેમ જ મૃત્યુ થઇ જતા, પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો…. – GujjuKhabri

ડીસામાં મોટા ભાઈના ૧૨ માં ના દિવસે જ નાના ભાઈનું પણ મોટા ભાઈની જેમ જ મૃત્યુ થઇ જતા, પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો….

કુદરતના ખેલ પણ ખુબજ નિરાલા છે અમુકવાર એવી એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જે ખુબજ વિચલિત કરી શકે છે. આવી જ એક ઘટના ડીસાથી સામે આવી છે. જયા મોટા દીકરાના મૃત્યુનો શોક ઓછો નહતો થયો અને એટલામાં નાના દીકરાનું મૃત્યુ થઇ જતા આખો પરિવાર બેવડા શોકમાં ઘરકાવ થઇ ગયો હતો.

આ સમગ્ર ઘટના ડીસાના ભોપાનગરથી સામે આવી છે.ડીસાના ભોપાનગરમાં રહેતા મશરૂભાઇના મોટા ભાઈ પીરાભાઈને વીજ કરંટ લાગતા તેમનું મૃત્યુ થઇ ગયું હતું. મોટા દીકરાનું આવી રીતે આકસ્મિક રીતે મૃત્યુ થઇ જવાથી આખો પરિવાર ખુબજ દુઃખી હતો.

અને મોટા ભાઈનું ૧૨ મુ હોવાથી તે દિવસે વિધિ પતાવીને સાંજના સમયે ઘરે ભજન રાખવામાં આવ્યા હતા. બધા લોકો ભજનની તૈયારી કરી રહયા હતા.એ સમયે મશરૂ ભાઈ લોખંડના દરવાજાને અડતા તેમને પણ વીજ કરંટ લાગતા અચેત થઇ ગયા હતા.

પરિવારના લોકો તેમને તરત જ તાબડ તોડ હોસ્પિટલમાં લઈને ગયા હતા. ત્યાં ડોકટરોએ મશરૂ ભાઈને બચાવવાની ખુઅબજ કોશિશ કરી પણ તેમને ના બચાવી શકાય. મોટા દીકરાના ૧૨ માં ના દિવસે જ નાના દીકરાનું પણ મૃત્યુ થઇ જતા. પરિવાર પર દુઃખો ફાટી પાડ્યા હતા.

નાના દીકરાના હજુ તો ૬ મહિના પહેલા જ લગ્ન થયા હતા અને આવી ગોજારી ઘટના ઘટતા આખા પરિવારમાં દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો એક સાથે પરિવારના બંને દીકરાઓનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ખરેખર ભગવાન જેને દુઃખ આપે છે તેને તો ટોપલો ભરીને દુઃખ આપે છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.