ડીસામાં મોટા ભાઈના અવસાન પછી ભજનનો કાર્યક્રમ રાખ્યો હતો પણ ભજન ચાલુ થાય તેની પહેલા જ બની એવી ઘટના કે નાનો ભાઈ પણ દુનિયાને છોડી ગયો…. – GujjuKhabri

ડીસામાં મોટા ભાઈના અવસાન પછી ભજનનો કાર્યક્રમ રાખ્યો હતો પણ ભજન ચાલુ થાય તેની પહેલા જ બની એવી ઘટના કે નાનો ભાઈ પણ દુનિયાને છોડી ગયો….

દિવસે અને દિવસે દુઃખદ બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે અને આ બનાવોમાં કેટલાય લોકોના મૃત્યુ થઇ જતા હોય છે. હાલમાં ચોમાસુ ઉતારવાની આરે છે અને આ વખતે કેટલાય લોકોના પાણીમાં ડૂબી જવાથી અને કરંટ લાગવાથી ઘણા લોકોના મૃત્યુ થઇ જતા હોય છે.

આ સાથે બધા જ અકસ્માતના બનાવોમાં પણ સતત વધારો થતો હોય છે.હાલમાં એક એવો જ દુઃખદ બનાવ બનાસકાંઠાના ડીસામાં બન્યો છે જ્યાં ભોપાનગર વિસ્તારમાં એક વ્યક્તિને વીજ કરંટ લાગતા તેમનું મૃત્યુ થઇ ગયું હતું.

આ વ્યક્તિનું નામ મશરૂપભાઈ છે અને તેઓ તેમના મોટા ભાઈ પીરાભાઈ બારમાનો કાર્યક્રમ કરીને સાંજે તેમના ઘરે ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું તો તેની તૈયારી કરી રહ્યા હતા.

પણ એ સમયે કુદરતને કંઈક બીજું જ પસંદ હતું અને તેઓ અચાનક ઘરના લોખંડના દરવાજે અડી જતા તેમને ત્યાંથી વીજ કરંટ લાગ્યો હતો. જયારે તેમને કરંટ લાગ્યો કે તેઓ ત્યાં જ પડી ગયા હતા અને પછી આ જોઈને હાજર બધા જ લોકોમાં અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો હતો.

પછી તેમને સારવાર માટે હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યા હતા.પણ ત્યાં સુધી તો તેમનું મૃત્યુ થઇ ગયું હતું, મશરૂપભાઈના મૃત્યુ પછી આખા પરિવારમાં બમણો શોખ છવાઈ ગયો હતો. આ પરિવારમાં પહેલાથી જ શોક હતો અને આ ઘટના બન્યા પછી ફરી વખતે પરિવારમાં શોકના વાદળો છવાયા હતા. આમ પરિવારના લોકોની આખો આંસુઓથી છલકાવવા લાગી હતી.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.