ડીસામાં મહિલાના પેટ દુખાવો થતાં ડોક્ટર પાસે લઈ ગયા,જ્યારે મહિલાનું ઓપરેશન કર્યું તો ડોક્ટરની પણ આંખો ફાટી ગઈ…. – GujjuKhabri

ડીસામાં મહિલાના પેટ દુખાવો થતાં ડોક્ટર પાસે લઈ ગયા,જ્યારે મહિલાનું ઓપરેશન કર્યું તો ડોક્ટરની પણ આંખો ફાટી ગઈ….

તમે આવા સમાચારો વિશે ઘણી વાર સાંભળ્યું હશે કે વ્યક્તિના પેટમાંથી ઇન્ફેકશન અથવા પથરી નીકળી હોય.પરંતુ જે મહિલા વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.તે મહિલાના પેટમાંથી એવી વસ્તુ નીકળી છે.જેને જાણીને તમે પણ ચોંકી જશો.બનાસકાંઠાના ડીસાથી તાજેતરમાં જ એક વિચીત્ર કિસ્સો સામે આવ્યો છે.તમને જણાવીએ કે એક મહીલાને છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખાવાની ફરિયાદ હતી.

ત્યારે પિત્તાશયમાં પથરી હોવાનું જાણતા ડોકટરોએ ઓપરેશન કર્યું હતું.ત્યારે એક બે નહી પણ ઢગલા મોઢે પથ્થરી નકળતા ડોક્ટર પણ ચોંકી ગયા હતા.વિગતવાર જણાવીએ કે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝેરડા ગામ રહેતા 50 વર્ષે સીતાબેન વાહતા ભાઈ જાદવ નામની મહિલાને છેલ્લા કેટલાક વર્ષોથી પેટનો દુખાવો રહેતો હતો.

જ્યાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાના પેટમાંથી નાની નાની 10 20 કે 100-200 નહીં પરંતુ 700 જેટલી પથરીઓ છે.જે બાદમાં તેમનું ઓપરેશન કર્યા બાદ 735 પથરીનો નિકાલ કરવામાં આવ્યો હતો.આ ઓપરેશન ડોક્ટર આનંદ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ તસવીરો જોઈને કદાચ તમને થોડુંક અજુકતું લાગશે પરંતુ આ સત્ય ઘટના છે.મહિલાનું ઓપરેશન કરી આ બધી જ પથરીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.મહિલા હવે નિરોગી છે.