ડીસાના ભરતભાઇના જીવનમાં બનેલી એક ઘટનાથી આજે રોજે રોજ ૩૦૦ જેટલા લોકોને મફતમાં ભોજન કરાવી સેવાનું કામ કરી રહ્યા છે….
દુનિયા ઘણી મોટી છે અને અહીંયા રહેવા વાળા લોકો પણ અસંખ્ય છે. એટલે બધા જ લોકોના જીવનમાં થોડો સમય સુખ અને દુઃખ આવતું જતું રહે છે. આ એક કુદરતનો નિયમ છે, આમ આવી જ રીતે આજે બધા લોકો એક બીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર જ રહેતા હોય છે.
એક એવા જ વ્યક્તિ વિષે આજે આપણે જાણીએ જેમના જીવનમાં બનેલી એક ઘટનાથી આજે રોજે રોજ ૩૦૦ લોકોને ફ્રી માં જમાડે છે.આ વ્યક્તિનું નામ ભરતભાઈ છે અને બનાસકાંઠાના ડીસા શહેરના રહેવાસી છે,
ભરતભાઈ વર્ષ ૨૦૧૫ થી લોકોને ફ્રીમાં જમાડીને મોટી સેવાનું કામ કરી રહ્યા છે. તેઓ ડીસાની સિંધી કોલોનીમાં રહે છે અને તેઓએ વર્ષ ૨૦૧૫ થી કરુણા ભક્તિ પરિવારથી તેમની આ સેવાનું શરૂઆત કરી હતી. તેઓએ આ સેવા એટલા માટે ચાલુ કરી હતી તેની પાછળ એક ઘટના છે.
તેઓએ તેમના દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને ત્યારે તેમને જમવાનું ન મળતા તેઓએ મનમાં એ જ સમયે વિચારી લીધું કે તેઓ બધા જ લોકોની સેવા કરશે. ત્યારથી તેઓએ સવારે વહેલા ઉઠીને ગરીબ અને હોસ્પિટલમાં દાખલ લોકો અને તેમના સબંધીઓ માટે મોટી સેવાનું પૌષ્ટિક અને શુદ્ધ ખાવાનું બનાવીને રોજે રોજ ૩૦૦ જેટલા લોકોને જમાડે છે.
આમ તેમની આ સેવા ધમધમી રહી છે અને તેઓ છેલ્લા આટલા વર્ષોથી નિસ્વાર્થ સેવા કરીને મોટી માનવતાનું ઉદાહરણ પણ બેસાડી રહ્યા છે. તેઓએ આ સેવા ચાલુ કરી અને હાલ સુધી હજારો ભૂખ્યા લોકોને ભોજન કરાવી મોટી સેવાનું કામ કરી રહ્યા છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.