ડીસાના આ દિવ્યાંગ ખેડૂતે તેમની ૪૫ વીઘા જમીનમાં ઓર્ગેનિક શક્કર ટેટીની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી…
ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને આપણને અહીંયા ઘણી મોટી સંખ્યામાં ખેડૂતો જોવા મળે છે. આપણા ગુજરાતમાં પણ ઘણા ખેડૂતો તેમની ઓછી જમીનમાં પણ આજે પ્રાકૃતિક ખેતી કરીને મોટી આવક કરી રહ્યા છે. આજે આપણે બનાસકાંઠાના દિવ્યાંગ ખેડૂત વિષે જાણીએ જેઓએ તેમની ૪૫ વીઘા જમીનમાં ઓર્ગેનિક ટેટીનું વાવેતર કરીને મોટી કમાણી કરી છે.
ડીસાના સંતોષી ગોળીયા ગામના નરેશભાઈ માળી જેઓ દિવ્યાંગ છે અને તેમ છતાં તેમની હિંમતને સલામ છે. તેઓ આજે પ્રગતિશીલ ખેડૂત બન્યા છે તેઓએ પહેલા બજારમાં માંગ અને સ્થિતિ જોઈ અને પછી તેમની ૪૫ વીઘા જમીનમાં તેઓએ ઓર્ગેનિક રીતે શક્કર ટેટીનું વાવેતર કર્યું હતું. તેઓની મહેનત આ જ વર્ષે ફરી ગઈ અને તેમની ૪૫ વીઘા જમીનમાંથી તેઓએ ૪૫ લાખ રૂપિયાની આવક કરી.
નરેશભાઈએ આ વર્ષે તેમની જમીનમાં મધુ શક્કર ટેટીનું વાવેતર કર્યું હતું અને તે પણ ઓર્ગેનિક રીતે જેમાં તેઓએ જીવામૃત બનાવીને જ છાંટ્યું હતું અને ઉપરથી છાસનો છંટકાવ કરતા હતા. આમ તેઓએ આ વર્ષે જ એક જ પાકમાંથી ૪૫ લાખ રૂપિયાની આવક કરી હતી. તેઓ તેમની જમીનમાં વર્ષના ત્રણ ક્રોપ લે છે અને બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.
તેઓ દિવ્યાંગ હોવા છતાં મોટી સફળતા મેળવીને બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે, આ વર્ષે તેમની ટેટી એક કિલોના ૧૨ રૂપિયામાં વેચાઈ હતી. મોટે ભાગે બનાકાંઠા અને ગુજરાતમાં થતી બધી જ શક્કર ટેટી જમ્મુ મોકલવામાં આવે છે. આમ તેમની મહેનત બધા જ લોકો માટે રંગ લાવી છે અને સારી આવક મેળવી છે.