ડભોઈનો આ માનસિક બીમાર વ્યક્તિ પરિવારથી વિખૂટો પડી ગયો હતો તો પોલીસે પરિવાર સાથે મિલન કરાવીને માનવતા મહેકાવી.
આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે પોતાના પરિવારથી વિખુટા પડી જતા હોય છે, તેથી પરિવારના લોકો ખુબ જ દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવી જ ઘટના સામે આવી હતી, આ ઘટનાની જાણ ડભોઇ પોલીસને થઇ તો પોલીસે જણાવતા કહ્યું હતું કે એક માનસિક રીતે બીમાર વ્યક્તિ સત્યમ પાર્ક સોસાયટીમાં ફરી રહ્યો હતો.
ત્યારબાદ તે વ્યક્તિ પાસે પોલીસ ગઈ અને તે વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવી તેની પૂછપરછ કરવાની પોલીસે શરૂ કરી, વ્યક્તિની પુછપરછ કરવાની શરૂ કરી તો શરૂઆતમાં તે વ્યક્તિ પોતાનું નામ અલગ અલગ બતાવી રહ્યો હતો, ત્યારબાદ પોલીસએ વધુ પૂછપરછ કરી તો વ્યક્તિએ પોતાનું નામ આનંદભાઇ પારસનાથ અગ્રવાલ જણાવ્યું હતું.
આ વ્યક્તિ આનંદ ભવન ડિસ્ટ્રીક જજીસ કમ્પાઉન્ડ સિવિલ લાઇન ગોરખપુરના રહેવાસી હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ પોલીસે આનંદભાઇના પરિવારનો સંપર્ક કરવાનો શરૂ કર્યો તો આનંદભાઇના નાના ભાઈ અરવિંદભાઇ અગ્રવાલનો સંપર્ક થયો હતો. અરવિંદભાઈએ જણાવતા કહ્યું હતું કે આનંદભાઇ ઘરે કોઈને જાણ કર્યા વગર ઘણીવાર ઘરેથી નીકળી જતા હોય છે અને થોડા દિવસોમાં ઘરે પરત પણ આવી જતા હોય છે.
આ વખતે આનંદભાઇ જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા અને સાડા પાંચ વર્ષ થઇ ગયા તો પણ તે ઘરે પરત ફર્યા ન હતા, ત્યારબાદ બુધવારના રોજ ડભોઇ પોલીસ સ્ટેશન પરથી અરવિંદભાઈના ફોન પર ફોન આવ્યો તો અરવિંદભાઈએ જણાવ્યું કે તેઓ આનંદભાઇના ભાઈ છે, તે પછી અરવિંદભાઈ જાતે જ આનંદભાઇને લેવા માટે ડભોઇ પોલીસ સ્ટેશન આવ્યા હતા.
પોલીસ સ્ટેશન આવીને અરવિંદભાઈએ તેમના નાના ભાઈને ઓળખી કાઢ્યો અને અરવિંદભાઈએ તેમના અસલી પુરાવા રજૂ કરીને સાડા પાંચ વર્ષથી વિખુટા પડેલા ભાઈને ભેટીને અરવિંદભાઈ પણ ભીની આંખે રડી પડ્યા હતા, આથી ગુજરાત પોલીસ અને ડભોઇ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ ખોવાય ગયેલા વ્યક્તિને પોતાના પરિવાર સાથે મિલન કરાવીને માનવતા મહેકાવી.