ટ્યુશન કર્યા વગર આ દીકરીએ ચાલુ અભ્યાસે વર્ષે ૨૩ લાખના પગારવાળી નોકરી મેળવીને પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું…. – GujjuKhabri

ટ્યુશન કર્યા વગર આ દીકરીએ ચાલુ અભ્યાસે વર્ષે ૨૩ લાખના પગારવાળી નોકરી મેળવીને પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું….

આજના યુવકો અને યુવતીઓ સારો સારો અભ્યાસ કરીને વર્ષે લાખો રૂપિયાના પગાર વાળી મોટી નોકરીઓ મેળવતા હોય છે.હાલમાં એક એવી જ દીકરી વિષે જાણીએ જેને ૨૩ લાખ રૂપિયાના પેકેજ વારી નોકરી મળી છે.આ દીકરી ભોપાલની છે.

અને તેને અભ્યાસ પૂરો નથી થયો તેની પહેલા જ ૨૩ લાખ રૂપિયાના પેકેજ વારી જોબ મળી ગઈ છે.આ દીકરી હાલમાં કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરી રહી છે અને તે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.

આ દીકરીએ તેના જીવનમાં કોઈ દિવસે કોચિંગ નથી કર્યું અને જાતે જ બધો અભ્યાસ કર્યો છે.આ દીકરીનું નામ મોક્ષા જૈન છે જે છીંદવાડાની છે અને તેના પિતા પ્રોપર્ટી ડીલર છે.હાલમાં મોક્ષાની વોલ-માર્ટ કંપનીમાં પસંદગી થઈ છે.

જેમાં આ દીકરીને ચેન્નાઈ અથવા તો બેંગ્લોરમાં કોઈપણ એક જગ્યાએ પોસ્ટિંગ મળશે, જેમાં આ દીકરીને ૨૩ લાખ વર્ષે પગારનું પેકેજ મળ્યું છે અને આ પેકેજ મળ્યા પછી દીકરીએ બધો સફળતાનો શ્રેય તેના માતા-પિતાને આપ્યો છે.

આ દીકરીએ સતત ઘણી જગ્યાઓમાં ઇન્ટરશીપ પણ કરી છે અને આજે જાતે અભ્યાસ કરીને મોટી સફળતા મેળવી છે.આ દીકરી ત્રણ બહેનોમાં બીજા નંબરની છે. મોક્ષાએ સેજ ગ્રુપની કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે અને હંમેશા તેને પોતાની જાતે જ અભ્યાસ કર્યો છે જેમાં આ દીકરીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મોટી સફળતા મેળવ્યા પછી દીકરીના માતા-પિતા પણ ઘણા ખુશ છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે.અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

One thought on “ટ્યુશન કર્યા વગર આ દીકરીએ ચાલુ અભ્યાસે વર્ષે ૨૩ લાખના પગારવાળી નોકરી મેળવીને પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું….

  • October 28, 2022 at 4:56 am
    Permalink

    Jjjjjui

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *