જો તમે પાવાગઢ બાજુ જાઉ તો,આ જગ્યાએ જવાનું ના ભૂલતા,ખૂબ જ સુંદર છે આ જગ્યાઓ….. – GujjuKhabri

જો તમે પાવાગઢ બાજુ જાઉ તો,આ જગ્યાએ જવાનું ના ભૂલતા,ખૂબ જ સુંદર છે આ જગ્યાઓ…..

પાવાગઢ અને તેની આસપાસનો પ્રદેશ એ ડુંગરાળ અને પર્વતીય પ્રદેશ છે. અહીં પર્વત પર મહાકાળી માતા નું પ્રસિદ્ધ મંદિર આવેલું છે, જ્યાં રોજ હજારો ભાવિક ભક્તો દર્શન કરવા માટે પધારે છે. માં મહાકાળી માં ભક્તો ને અનન્ય શ્રદ્ધા છે જે માં પાવાવાળી તરીકે પણ ઓળખાય છે. પર્વત પર મંદિર હોવાથી તેની ઊંચાઈ જમીન થી લગભગ 822 મીટર જેટલી છે.આજે અમે આપને પાવાગઢની આસપાસ આવેલા સ્થાનો વિશે જાણીશું.

ચાંપાનેર:-ચાંપાનેરની સ્થાપના ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ 8મી સદીમાં કરી હતી.તેમણે શહેરનું નામ તેમના મિત્ર અને સેનાપતિ ચાંપા પરથી પાડ્યું હતું.અહી ઐતિહાસિક કીલ્લો છે.જેમાં મોતી મસ્જિદ,જામા મસ્જિદ આવેલી છે.અહીં આસપાસ જોવાલાયક એવા પાવાગઢ,જાંબુઘોડા અભયારણ્ય જેવા અનેક નાના મોટા સ્થળ છે.

વડોદરા:-આ નગર ગાયકવાડ વંશના મરાઠા વડોદરા રાજ્યનું પાટનગર હતું.અહી જોવા લાયક સ્થળોમાં લક્ષ્મી વિલાસ મહેલ,મોતીબાગ મેદાન,મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય,મધ્યવર્તિ પુસ્તકાલય,સયાજી બાગ (કમાટી બાગ),સરદાર પટેલ પ્લેનેટેરીયમ,નજર બાગ મહેલ,પ્રતાપ વિલાસ મહેલ,લાલબાગ,મકબરા (હજીરા),સયાજી સરોવર,મહારાજા ફતેહસિંહ મ્યુજીયમ,આત્મજ્યોતિ આશ્રમનો સમાવેશ થાય છે.

આણંદ:-જિલ્લાનું મુખ્ય મથક આણંદ શહેર શ્વેતક્રાંતિના મુખ્ય મથક તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું છે.આ શહેર ઘણા હિંદુ મંદિરનું પણ ઘર છે.આણંદના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો અહિયાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, સરદાર વલ્લભભાઈ પટેલ હાઉસ, ડૉ. કુરિયન મ્યુઝીયમ, અમુલ કેરીલન ચાઈમ્સ વગેરે મુખ્ય છે.બે એક હજાર વર્ષનો આણંદનો ઇતિહાસ જાણવા માટેનું સૌથી પ્રાચીન સાધ ગામની બહાર એકાદ કિ.મી.ના અંતરે ખેતીવાડી કેમ્પસ તરફ જવાના માર્ગ પર આવેલું જાગનાથ મહાદેવનું શિવાલય છે.

ખેડા:-ખેડા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યમાં આવેલો એક જિલ્લો છે. નડીઆદ આ જિલ્લાનું મુખ્ય મથક છે.20મી સદીના પ્રથમ ભાગમાં સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ખેડા જિલ્લાના ચરોતર અને અન્ય વિસ્તારોના પાટીદારો બ્રિટિશ સરકાર સામે અસંખ્ય આંદોલન કર્યા હતા.જેમાં 19૧૭-18નો ખેડા સત્યાગ્રહ

1923નો બોરસદ સત્યાગ્રહ અને 1928નો બારડોલી સત્યાગ્રહ મુખ્ય હતો.અહિ આવતા પ્રવાસીઓ ખેડિયા હનુમાન મંદિર, શ્રી મહાલક્ષ્મી મંદિર, શ્રી મનકામેશ્વર મંદિર, શ્રી હનુમાનજી મંદિર, બહુચરાજી મંદિર, શ્રી સોમનાથ મંદિર, રામજી મંદિર, ભદ્રકાળી મંદિર, શ્રી મેલડી માતાજી મંદિર, શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, ડાકોરના રણછોડરાય મંદિર, ખેડા પાસે શ્રી ખોડીયાર મંદિરની મુલાકાત જરૂર લેતા હોય છે.