જો તમે પણ કમો અને અલવીરાનો વિડીયો શેર કર્યો હોય તો તરતજ ડિલીટ કરી લેજો,જુઓ આ વિડીયો અલવીરાએ શું કહ્યું….. – GujjuKhabri

જો તમે પણ કમો અને અલવીરાનો વિડીયો શેર કર્યો હોય તો તરતજ ડિલીટ કરી લેજો,જુઓ આ વિડીયો અલવીરાએ શું કહ્યું…..

ગુજરાતમાં હાલ દરેક ડાયરામાં એક નામ ચર્ચાઈ રહ્યું છે જે છે ‘કમો’.જેની દેશ-વિદેશમાં ભારે બોલબાલા છે.સોશિયલ મીડિયા પર તમને કમો ક્યાંકને ક્યાંક દેખાયો તો જ હશે.સુરેન્દ્રનગરના કોઠારીયાનો કમો આજે એકાએક જગ વિખ્યાત બની ગયો છે.તાજેતરમાં સોશિયલ મીડિયામાં હાલ કમાંનો જોરદાર ટ્રેન્ડ છવાયો છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દરેક ડાયરામાં ‘કમો’ નામ ભારે ચર્ચામાં છે.

ત્યારે થોડા દિવસથી કમાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.જેમાં કમાના લગ્ન થયા હોવાનું જોવા મળી રહ્યું છે.પરંતુ તેની પાછળની હકીકત સાવ જુદી છે.જે જાણીને તમે પણ હેરાન રહી જશો.વિડીયોમાં તમે પણ જોઈ શકો છો કે એક હોલની બહાર ઢોલ નગારા વાગી રહ્યા છે અને કમાભાઈ સાથે એક યુવતી હાર પહેરીને ઉભી છે.

આ યુવતી અન્ય કોઈ નહિ પરંતું લોકપ્રિય ગાયિકા અલવીરા મીર છે.વિડીયોમાં કમાએ શેરવાની પહેરી હતી તો અલવીરા મીર પણ પારંપરિક પોશાકમાં જોવા મળી રહ્યા હતા.કમો પણ ઢોલના તાલે નાચવા લાગે છે.સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કમાભાઈના લગ્નનું નક્કી થઈ ગયું તેનો આ વીડિયો છે.પરંતુ આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે.

હવે આ સમગ્ર મામલે ગાયિકા અલવીરા મીર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. અલવીરા મીરએ પોતે પણ એક વીડિયો શેર કર્યો છે અને તેમાં સત્ય હકીકત કહી છે.અલીરા મીરએ આ વિડીઓ અંગે હકીકત જણાવતા કહ્યું હતું કે અમદાવાદમાં મારો એક શો હતો જેમા ઓપનીંગમાં હુ અને આપડા કમા ભાઈ અમે બન્ને ગેસ્ટ હતા.જેમા અમરા બન્ને નુ સ્વાગત કર્યુ હતુ.

હાર પેરાવી ને તો એ ફોટો અમુક વિકૃત માણસો.જે આપણી ઉંચાઈઓ જોઈ ના શકતા નથી અને યુ ટ્યુબ મા એવો લોગો નાખી ને શેર કરે છે.જુઓ કમા ભાઈ ના લગ્ન થઇ ગયા.માણસ સસ્તા વ્યુ માટે કેટલી હદે જઈ શકે છે એ તો આપણે જોઈએ છે.સાથે તેમણે એ પણ જણાવ્યું કે આ વિડીયો જેને દ્વારા શેર કરવામાં આવ્યો છે જેના વિરુદ્ધ હું કાયદેસરની કાર્યવાહી કરવાની છું. તો આવી ખોટી વાતમાં કોઈ ભાગ લેવો નહિ તેવી મારી નમ્ર અપીલ છે.