જોશી પરિવારે ઘર છોડતા પહેલા ઘરમાં છોડેલી ચિઠ્ઠીમાં ખૂલ્યો ભેદ,લખ્યું-અમારા મોત માટે આટલા લોકો જવાબદાર…. – GujjuKhabri

જોશી પરિવારે ઘર છોડતા પહેલા ઘરમાં છોડેલી ચિઠ્ઠીમાં ખૂલ્યો ભેદ,લખ્યું-અમારા મોત માટે આટલા લોકો જવાબદાર….

વડોદરા શહેરનો જોષી પરિવાર છેલ્લા કેટલાક દિવસથી રહસ્યમય રીતે ગૂમ થતા હડકંપ મચ્યો છે.જોષી પરિવારના 4 સભ્યો ગૂમ થયા છે.આખો પરિવાર ગૂમ થઈ જતા સંબંધીઓ ચિંતિત છે અને પોલીસ પણ આ પરિવારને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે.મૂળ ડભોઈનો પરંતુ વડોદરામાં કપુરાઈ ચોકડી પાસે રહેતો જોશી પરિવાર અચાનક ગુમ થતાં અનેક પ્રકારના તર્ક-કુતર્ક વહેતા થયા છે.

કારણ કે ગુમ થયેલા જોષી પરિવારના છેલ્લા 8 દિવસથી કોઈ વાવડ નથી.કાન્હા આકોકોનના ઈ ટાવરના 303 નંબરના ફ્લેટમાં રહેતા રાહુલ જોશી,તેમની પત્ની નીતા જોશી,પુત્ર પાર્થ જોશી અને પુત્રી પરી જોશી 20 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરેથી અજાણ્યા કારણોસર નીકળી ગયા હતા.રાહુલ જોષીના ડભોઇમાં રહેતા મોટાભાઈ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જેના આધારે પોલીસે ગુમ થનાર પરિવારની તપાસ શરૂ કરી છે.ગુમ થનાર રાહુલનાભાઈ પ્રણવ જોશીએ કહ્યું કે મારા ભાઈનો પરિવાર આર્થિક સંકડામણમાં મૂકાયો છે.જેને લઈ ઘરેથી ચાલ્યા ગયા હોવાની શક્યતા છે.તમને જણાવીએ કે મકાનની ચાવી બનાવી પોલીસે અંદર તપાસ કરતા સ્થળ પરથી 12 પાનાંની ચિઠ્ઠી અને 4 મોબાઇલ બંધ હાલતમાં મળી આવ્યા હતા.

ચિટ્ઠીમાં નિરવ ભૂવા,રાહુલ ભૂવા,બિટ્ટુભાઈ અને અલ્પેશ મેવાડા એમ ચાર વ્યક્તિના નામનો નામનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.સાથે જ પરિવારના મૃત્યુ માટે આ ચાર લોકો જવાબદાર હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આમ હવે આ ચાર સભ્યનો પરિવાર કેમ ગુમ છે,ક્યાં ગયો છે તેમને ગુમ થવા પાછળ કેવી મજબૂરી હતી તે તમામ કારણો પોલીસ તપાસ બાદ સામે આવશે.