જે માલધારીનો દીકરો ગરીબીના બાળપણમાં ૫ કિલોમીટર ચાલીને શાળાએ જતો, તેને પોતાની મહેનતથી સરકારી નોકરી લઈને ગરીબ માતા પિતાનું નામ રોશન કર્યું….
જીવનમાં તકલીફો તો બધાને આવે છે પણ જે વ્યકતિ તકલીફો સામે હિંમત નથી હારતો તે વ્યકતિની હંમેશા વિજય જ થાય છે. આજે અમે તમને ગુજરાતના એક એવા જ દીકરા વિષે જણાવીશું કે જે આંખે હજારો લોકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે.
આ યુવકનું નામ નવગણ જોગરાણા છે અને તે માલધારી સમાજ માંથી આવે છે. આજે તે ફાયર વિભાગમાં પોતાની ફરજ બજાવી ચુક્યા છે.પણ તેમની અહીં સુધી પહોંચવાની સફળ આસાન નહતી. નવઘણના પરિવારની સ્થિતિ ખુબજ નબળી હતી. માટે તે બાળપણમાં દરરોજ ૫ કિલોમીટર દોડીને શાળાએ જતા હતા. ત્યારે એક સપનું જોયું કે તે મોટા થઈને આર્મીમાં જોડાશે.
પણ પરિવારના ના પડવાથી તેમનું તે સપનું અધૂરું રહી ગયું અને જયારે ફાયર મેનની ભરતી આવી તો.તે તેમાં લાગી ગયા અને તેમનું તેમાં સિલેક્શન થઇ ગયું અને ફાયર વિભાગમાં નોકરી લાગી જતા આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો.
તેમને નોકરીની સાથે સાથે ખેલમાં પણ ભાગ લેવાનું શરુ રાખ્યું અને આજ સુધી તે ગુજરાત માટે કુલ ૨૫ ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે. આજે પોતાની મહેનતથી તેમને મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
તેમની આજ પ્રતિભાના કારણે તેમનું ટેશનલ ટિમમાં પણ સિલેક્શન થઇ ગયું છે. જેનાથી તેમનો આખો પરિવાર ખુબજ ખુશ છે. આજે માલધારીના આ દીકરાએ નાના એવા ગામ માંથી આવીને આખા ગુજરાતનું નામ રોશન કર્યું અને સફળતા પ્રાપ્ત કરીને હજારો યુવકો માટે એક પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બન્યો.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.