જે દુકાન પર પૌઆ ખાવા માટે લોકોની લાંબી લાંબી લાઈનો લાગતી હતી તેને અચાનક જ બંધ કરવી પડી તો દુકાન માલિક ખુબજ ચિંતામાં આવી ગયો પણ હિંમત રાખીને દુકાન માલિકે જે કર્યું… – GujjuKhabri

જે દુકાન પર પૌઆ ખાવા માટે લોકોની લાંબી લાંબી લાઈનો લાગતી હતી તેને અચાનક જ બંધ કરવી પડી તો દુકાન માલિક ખુબજ ચિંતામાં આવી ગયો પણ હિંમત રાખીને દુકાન માલિકે જે કર્યું…

મિત્રો જીવન કયારે બદલાઈ જાય તેનું કઈ નક્કી નથી હોતું, પણ હંમેશા એવા વ્યક્તિની જીત થાય છે કે જે પોતાના ખરાબ સમયમાં પણ હાર નથી માનતો. આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિષે જણાવીશું કે જે અચાનક તેમાં જીવનમાં સૌથી મોટી સમસ્યા આવી અને એવા સમયમાં તેમને હિંમત રાખી અને આજે તે ખુબજ સફળ છે. આ વ્યક્તિનું નામ સુરેશ સૈની છે.

સુરેશ ભાઈ પૌઆ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તે પોતાના પરિવાર સાથે ઇન્દોર શહેરમાં રહે છે. લોકોને તેમના પૌઆ એટલા પસંદ આવતા હતા કે તેમના પૌઆ ખાવા માટે લોકોની લાંબી લાંબી લાઈનો લાગતી હતી. સુરેશ ભાઈએ આ નાની દુકાનથી પોતાનું ઘર બનાવ્યું અને તેમના બાળકોને ભણાવ્યા અને તેમનો પરિવાર ખુબજ સુખેથી ચાલી રહ્યો હતો.

અચાનક લોકડાઉન લાગતા. તેમની દુકાન બંધ થઇ ગઈ અને તેમને ૬ મહિના સુધી દુકાન બંધ રાખવી પડી હતી. જેના કારણે દુકાન માલિકે લોકડાઉનમાં પોતાની દુકાન વેચી દીધી હતી. માટે તેમને વર્ષો સુધી પોતાના ગ્રાહકો બાંધ્યા હતા. તે બધા ગ્રાહકો તૂટી ગયા અને તેમનો સારો એવો ચાલતો ધંધો બંધ થઇ ગયો.

સુરેશ ભાઈ અને તેમની પત્ની ખુબજ ચિંતામાં આવી ગયા અને તેમને વિચાર્યું કે હવે આપનો ધંધો નહિ ચાલ્યો તો શું કરીશું. સુરેશ ભાઈને ૬ મહિના પછી બીજી દુકાન ભાડે લઈને પોતાના પૌઆની દુકાન ચાલુ કરી.પહેલા દિવસે તો તેમને જોવે એવી કમાણી ના થઇ. આજે ધીરે ધીરે તેમના જુના ગ્રાહકોને ખબર પડી રહી છે. તેમ તેમ તે તેમની દુકાને આવી રહ્યા છે. હવે તેમનું કામ ધીરે ધીરે પાટા પર આવી રહ્યું છે.