જે જનેતાએ જન્મ આપ્યો તેની સેવા કરવાનું કાઠું પડતા દીકરો જ પોતાની ૧૦૦ વર્ષની માતાને ચાર રસ્તે મૂકી આવ્યો પછી જે થયું… – GujjuKhabri

જે જનેતાએ જન્મ આપ્યો તેની સેવા કરવાનું કાઠું પડતા દીકરો જ પોતાની ૧૦૦ વર્ષની માતાને ચાર રસ્તે મૂકી આવ્યો પછી જે થયું…

માતા પિતા પોતાના બાળકો માટે પોતાનું આખું જીવન કુરબાન કરી દે છે. પોતે ભૂખ્યા રહીને પોતાના બાળકોને ભોજન કરાવે છે. માતા પિતા પોતાના બાળકોને ભણાવી ગણાવીને મોટા કરે છે. અને જયારે તે જ બાળકોનો માતા પિતાનો સહારો બનવાનો સમય આવે છે.

ત્યારે પોતાના હાથ ઊંચા કરી દે છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે.જ્યાં ૬૦ વર્ષના દીકરાએ પોતાની ૧૦૦ વર્ષની વૃદ્ધ માતાને રસ્તે છોડી દીધી અને જતો રહ્યો. જેને પણ આ ઘટના જોઈ તે બધાના કાળજા કંપી ઉઠ્યા હતા.

કે જેને જન્મ આપ્યો અને આ સુંદર દુનિયા જોવાનો મોકો આપ્યો તે જનેતા સાથે એક દીકરો આવું કઈ રીતે કરી શકે છે. માનલી માહિતી અનુસાર આ ઘટના ઇંદોરની છે. જ્યાં રાજેશ્વર નામનો યુવક પોતાની દુકાન ચલાવતો હતો.

તેના પરિવારમાં બે દીકરા પત્ની અને વૃદ્ધ માતા છે, કોરોના કારમાં તેની દુકાન ના ચાલી અને બંધ થઇ જતા તેને પોતાના બે દીકરા અને પત્નીને ઘરઈ બહાર મોકલી દીધા હતા અને પોતાની વૃદ્ધ માતા સાથે એકલો જ ઘરમાં રહેતો હતો. પછી માતાની સેવાનું બધું જ કામ એકલાને કરવું પડતું હતું જેનાથી તે કંટાળી ગયો હતો.

માટે પોતાની ૧૦૦ વર્ષની માતા રસ્તામાં છોડીને નાસી ગયો હતો. આ ઘટના CCTV માં કેદ થઇ ગઈ હતી. વૃદ્ધ મહિલાએ આવી રીતે રોડ પર જોઈને બધા લોકો ત્યાં આવી ગયા હતા અને પોલીસએ જાણ કરવામાં આવી છે. હાલ તેમને આશ્રમમાં આશરો આપવામાં આવ્યો છે. દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.