જે કચેરીમાં માતા સાફ સફાઈનું કામ કરતા હતા તે જ કચેરીમાં સખત મહેનત કરીને દીકરો અધિકારી બન્યો અને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું.
દેશમાં આપણે ઘણા દીકરાઓ અને દીકરીઓને જોતા હોઈએ છીએ જે તેમના જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરતા હોય છે અને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કરતી હોય છે, આજે આપણે એક તેવા જ દીકરા વિષે વાત કરીશું, આ કિસ્સો બિહારમાંથી સામે આવ્યો હતો.
આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે જે ઓફિસમાં માતા સાફ સફાઈનું કામ કરતી હતી તે જ ઓફિસમાં તેમનો દીકરો ઓફિસર બનીને આવ્યો હતો. આ ઘટના અલવર જિલ્લાના અગીલામાંથી સામે આવી હતી, અગિલામાં રહેતા સાવિત્રી દેવીનું જીવન ખુબ જ સંઘર્ષમય રહ્યું હતું, સાવિત્રીબેન નોકરી મળતા પહેલા ગામમાં કરિયાણાની દુકાન ચલાવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
સાવિત્રીબેનના પતિ રામ બાબુ પ્રસાદ વ્યવસાયે ખેડૂત હતા એટલે ખેતી કરીને બંને જણા પરિવારની જવાબદારી સંભાળતા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૯૦ માં બિહાર સરકારમાં ચોથા વર્ગના કર્મચારીની જગ્યા ખાલી હતી અને સાવિત્રી દેવીએ આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, તેથી સાવિત્રીબેનને નોકરી માટે અરજી કરી તો સાવિત્રીબેનને સરકારી નોકરી મળી હતી.
જે સમયે સાવિત્રીબેનને નોકરી મળી તે સમયે તેમનો દીકરો મનોજ મેટ્રિકનો વિદ્યાર્થી હતો. સાવિત્રીબેનની પહેલી પોસ્ટિંગ બિહાર સચિવાલયમાં થઇ અને પછી ગયામાં અને પછી ૨૦૦૩ માં જહાનાબાદમાં થઈ હતી, ત્યારબાદ સાવિત્રીબેન વર્ષ ૨૦૦૬ માં પટના સચિવાલયમાં આવી અને ત્યાંથી તેમને વર્ષ ૨૦૦૯માં નિવૃત્તિ લીધી હતી.
તે સમય દરમિયાન તેમનો દીકરો મનોજ કુમાર જહાનાબાદમાં સબ ડિવિઝનલ ઓફિસરની પોસ્ટ પર તેની ફરજ બજાવતો હતો, મનોજ કુમારએ જણાવ્યું હતું કે મારી માતા હંમેશાથી મને સારો અભ્યાસ કરવા માટે પ્રેરિત કરતી હતી એટલે હું આજે સારો એવો અધિકારી બન્યો હતો, આથી મનોજકુમારે સખત મહેનત સાથે મોટી સફળતા મેળવીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું હતું.