જેતલસરના સુખી પરિવારના ૧૬ વર્ષના દીકરાએ અચાનક જ પોતાનું જીવન ટૂંકાવી દીધું તો માતા પિતા આજે દીકરાને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે…. – GujjuKhabri

જેતલસરના સુખી પરિવારના ૧૬ વર્ષના દીકરાએ અચાનક જ પોતાનું જીવન ટૂંકાવી દીધું તો માતા પિતા આજે દીકરાને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે….

હાલમાં ઘણી અવનવી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે, ઘણી ઘટનાઓ તો એવી બનતી હોય છે કે તે જાણીને દરેક લોકો દુઃખી થઇ જતા હોય છે, આજના વધતા જતા ટેક્નોલોજીના યુગમાં બાળકો ખુબજ સંવેદનશીલ બની ગયા છે, તેથી બાળકોના જીવનમાં કઈ પણ તકલીફ આવે તો તે તરત જ દુઃખી થઇ જતા હોય છે.

ઘણીવાર બાળકો દુઃખી થઈને એવા પગલાં ભરી લેતા હોય છે કે તે જાણીને આખા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. હાલમાં એ તેવી જ દુઃખદ ઘટના જેતલસરથી સામે આવી હતી, જ્યાં એક ઉદ્યોગપતિના દીકરાએ પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું.

જેતપુરના સુનિલ જેન્તીભાઈ ગોંડલીયાના દીકરા આર્યને માત્ર સોળ વર્ષની ઉંમરમાં પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા પરિવારમાં શોકમય વાતાવરણ સર્જાઈ ગયું હતું, દીકરાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું તો માતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી, આ ઘટના બન્યા બાદ તરત જ આજુ બાજુના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયાં હતા.

આર્યનના જીવનમાં એવી તો કોઈ તકલીફ ન હતી કે તે આવું પગલું ભરવા માટે મજબુર બની જાય, કારણ કે આર્યનના પરિવારના લોકોએ ક્યારેય પૈસા અને ભણવા બાબતે દબાણ કર્યું ન હતું, આખો પરિવાર ખુબ જ સુખીથી તેમનું જીવન જીવી રહ્યો હતો.

દીકરાને કોઈ બીમારી પણ ન હતી જેનાથી કંટાળીને યુવક આવું પગલું ઉઠાવી શકે. તેથી પરિવારના લોકો સતત વિચારી રહયા હતા, ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી તો ફરિયાદ નોંધીને પોલીસે આગળની તપાસ કરવાની શરૂ કરી હતી. આજે આખો પરિવાર આર્યનને યાદ કરીને ચોધારા આંસુએ રડી રહ્યો હતો.