જેતપુરમાં માતા પિતાએ ધૂમધામથી દીકરીના લગ્ન કરાવી સાસરે મોકલી અને હજુ તો લગ્નના ૬ મહિના પણ નહતા થયા અને દીકરીએ જીવન ટૂંકાવી દેતા આખા પરિવાર અરેરાટી ફેલાઈ ગઈ. – GujjuKhabri

જેતપુરમાં માતા પિતાએ ધૂમધામથી દીકરીના લગ્ન કરાવી સાસરે મોકલી અને હજુ તો લગ્નના ૬ મહિના પણ નહતા થયા અને દીકરીએ જીવન ટૂંકાવી દેતા આખા પરિવાર અરેરાટી ફેલાઈ ગઈ.

દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમની દીકરીને સારી એવી સાસરી મળે અને તેમની દીકરી સાસરીમાં ખૂબજ ખુશ રહે અને ત્યાંના લોકો તેને પરિવારની જેમ સાચવીને રાખે પણ દરેક માતા પિતાના આવા સપના પુરા નથી થતા.જેતપુરથી ખુબજ દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં આજથી ૬ મહિના પહેલા જેતપુરની સુજાન નામની યુવતીના લગ્ન તેના માતા પિતાએ રાહીલ નામના યુવક સાથે કર્યા હતા.

માતા પિતાએ દીકરીના લગ્ન ખુબજ ધૂમધામથી કર્યા હતા અને માતા પિતાને હતું કે દીકરી તેની સાસરીમાં ખુબજ ખુશ રહેશે પણ હજુ તો લગ્નના ૬ મહિના પણ નહતા થયા અને સુઝાને પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

જયારે માતા પિતાને આ વાતની જાણ થઇ તો માતા પિતા પોક મૂકીને રડી પડ્યા હતા.માતા પિતાએ દીકરીના સાસરિયાવાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે સાસરીવાળા દીકરીને ખુબજ હેરાન કરતા હતા અને દીકરી ખુબજ માનસિક ત્રાસ આપતા હતા.

દીકરીએ તેમને એક બે વાર આ વાતની જાણકારી આપી હતી. દીકરીને કોઈપણ જગ્યાએ બહાર નહતા જવા દેતા. તહેવારમાં તેના પિયરમાં પણ નહતા જવા દેતા.જયારે દીકરીથી આ બધું ના સહેવાયું તો દીકરીએ આખરે પોતાનું જીવન ટૂંકાવી દીધું.

આજે દીકરીના માતા પિતા દીકરી માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. પોલીસે હાલ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તપાસ બાદ ગુનેગારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.