જૂનાગઢમાં રોટલો શેરનાથબાપુનો, અહીંયા ૩૬૫ દિવસ આશ્રમનું રસોડું ધમધમતું રહે છે, જુઓ તસવીરો…. – GujjuKhabri

જૂનાગઢમાં રોટલો શેરનાથબાપુનો, અહીંયા ૩૬૫ દિવસ આશ્રમનું રસોડું ધમધમતું રહે છે, જુઓ તસવીરો….

આજે મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે અને આ દિવસે ભક્તો મોટી સંખ્યામાં શિયાલયોમાં પૂજા કરવા માટે જતા હોય છે. આ દિવસે બધા જ ભક્તો આ પર્વને ધામધૂમથી ઉજવતા હોય છે. આજે આપણને એક એવા જ એક મંદિર વિષે જાણીએ જ્યાં આ પર્વને ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે,

આ મંદિર જ્યાં જૂનાગઢમાં આવેલ ભવનાથ મંદિર છે.ભવનાથમાં મેળો ભરાય છે અને અહીંયા જેટલા પણ ભક્તો આવે છે તેમને રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવે છે. અહીંયા શેરનાથ બાપુના આશ્રમમાં ખાલી મહાશિવરાત્રીનામાં નહિ પણ અહીંયા ૩૬૫ દિવસ ભક્તોને ગરમ ભોજન પીરસવામાં આવે છે.

અને રહેવાની સાથેની તમામ સુવિધાઓ કરી આપવામાં આવે છે.આ આશ્રમના મહંત વા શેરનાથબાપુ એવું કહી રહ્યા છે કે, ગોરક્ષનાથ આશ્રમ સદગુરુ યોગી પીર શ્રી ત્રિલોકનાથ બાપુનું સમાધિ સ્નાનક અહીંયા આવેલું છે.

તેઓએ અહીંયા ૬૦ વર્ષ સુધી અહીંયા તેમની સેવા આપી હતી. આ સાથે અહીંયા ત્રિલોકનાથ બાપુના ગુરુ સોમનાથ બાપુનું સમાધિ સ્થાનક પણ છે, આ બંને ગુરુનો વારસો આજે શેરનાથબાપને આપેલ છે.

આ વખતે શિવરાત્રીનો મેળો ૧૫ ફેબ્રુઆરીથી ૧૮ ફેબ્રુઆરી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા લાખો ભક્તો દર્શને આવે છે અને અહીંયા રોજે રોજ હજારો ભક્તોને ભોજન પીરસવામાં આવે છે અને ભક્તો દર્શન કરીને અહીંયા ખુશીનો અનુભવ કરે છે. અહીંયા એવા મશીન છે જે કલાકની ૧૮૦૦ રોટલીઓ બનાવે છે.

જમવામાં ભક્તોને મોહનથાળ, બાજરાના રોટલા, ભજીયા, શાક, છાશ અને ખમણ સહિત ઘણી વસ્તુઓ ખવડાવવામાં આવે છે. આમ શેરનાથ બાપુના આશ્રમમાં કેટલાય ભક્તો આશરો લે છે અને ભક્તિ કરે છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.