જૂનાગઢમાં પતિએ એક નાની વાતમાં પત્નીની હત્યા કરી નાખીને ત્યારબાદ પતિએ પણ પોતાનું જીવન ટૂંકાવી દેતા પરિવારમાં બેવડું દુઃખ આવી પડ્યું… – GujjuKhabri

જૂનાગઢમાં પતિએ એક નાની વાતમાં પત્નીની હત્યા કરી નાખીને ત્યારબાદ પતિએ પણ પોતાનું જીવન ટૂંકાવી દેતા પરિવારમાં બેવડું દુઃખ આવી પડ્યું…

અત્યારના સમયમાં હત્યાને લઈને અનેક ઘટના સામે આવતી હોય છે જેમાં અનેક ઘટના એવી પણ સામે આવતી હોય છે જે જાણીને દરેક લોકો વિચારમાં પડી જતા હોય છે.ત્યારે આજે અમે તમને એક એવી જ ઘટના વિષે વાત કરવાના છીએ.જે ઘટના જૂનાગઢ માંથી સામે આવી છે.જે ઘટનામાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી.ત્યારબાદ હત્યારો પતિ ફરાર થઈ ગયો હતો પરંતુ શુક્રવારના રોજ હત્યા કરનાર પતિનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.જે ઘટના અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે.

કે ઝેરી દવા પી આરોપી પતિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.પત્નીની હત્યા કરી પતિએ પણ જીવન ટૂંકાવ્યું તેવી ઘટના સામે આવી છે.આ ઘટના જૂનાગઢના ખાડિયા ગામમાંથી સામે આવી હતી.

પ્રાથમિક તપાસમાં ઘરકંકાસનું કારણ જાણવા મળ્યું હતું પરંતુ પોલીસ વધુ તપાસ કરીને તેના મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અમુક સમય એવું બનતું હોય છે કે પોલીસ તપાસ આગળ વધતા સમીકરણ બદલાતા હોય છે.

પરંતુ ગઈ કાલે મૃતદેહ સામે આવતા પોલીસ માટે હવે ઘટનાના મૂળ સુધી પહોંચવું થોડું અગરું બની ગયું છે.અત્યારના યુગમાં દરેક પરિવારના લોકો થોડીક મુસીબત આવે તો સહન નથી કરી શકતા દરેક લોકોને સુખી જીવન જીવવું છે.

થોડીક પણ મુશ્કેલી પડી તો પરિવારના સભ્યો ના કરવાનું કરી બેસતા હોય છે અને પરિવારને જોખમમાં મુકતા હોય છે.અત્યારના સમયમાં દરેક લોકો નાની વાતના ઝગડાને મોટું સ્વરૂપ આપતા હોય છે જેથી આવી હત્યાની અને પોતાનું જીવન ટૂંકાવાની ઘટના સામે આવતી હોય છે.