જૂનાગઢની આ બહેનોએ જાતે બનાવેલી વસ્તુઓનું ઓનલાઇન વેચાણ કરીને તેમાંથી અનેક બહેનોને રોજગારી આપીને આત્મનિર્ભર બની. – GujjuKhabri

જૂનાગઢની આ બહેનોએ જાતે બનાવેલી વસ્તુઓનું ઓનલાઇન વેચાણ કરીને તેમાંથી અનેક બહેનોને રોજગારી આપીને આત્મનિર્ભર બની.

આપણે ઘણી મહિલાઓને જોતા હોઈએ છીએ જે તેમના પગપર થવા માટે ઘણી મહેનત કરતી હોય છે અને આત્મનિર્ભર બનતી હોય છે, આજે આપણે તેવી જ મહિલાઓ વિષે વાત કરીશું, જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા સખી મંડળની આ બહેનો સ્વરોજગારી મળી રહે તે માટે સોશિયલ મિડિયાનો ઉપયોગ કરી રહી હતી.

સખી મંડળની આ બહેનો દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલી બત્રીસ જેટલી વસ્તુઓનું એમેઝોન એપ અને સાઇટ સાથે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જૂનાગઢની આ બહેનો દ્વારા ઉત્પાદીત કરવામાં આવેલી વસ્તુઓ જૂનાગઢ કે ગુજરાત જ નહી પરંતુ આખા ભારતમાં મળી રહેશે. આ કાર્યની મદદથી બહેનોને સ્વરોજગારીમાં વધારો થશે અને દરેક બહેનો આત્મનિર્ભર બનીને પોતાના પગભર થશે.

જૂનાગઢની આ બહેનો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓનું વેંચાણ ગોંડલની આ સંસ્થા સાથે એમઓયુ કર્યું હતું, આ સંસ્થાના કારણે જૂનાગઢની બહેનો દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલી વસ્તુનું વિદેશ સુધી માર્કેટીંગ કરવામાં આવતું હતું, સખી મંડળની દરેક બહેનો પ્રાકૃતીક ચીજ વસ્તુમાંથી જુદા જુદા પ્રકારની પ્રોડક્ટ બનાવતી હતી.

તે દરેક પ્રોડક્ટ આખા ગુજરાતમાં અને દેશમાં પહોંચાડીને માર્કેટિંગ કરી રહી હતી, સખી મંડળની બહેનો પોતે આત્મનિર્ભર બનીને પોતાના પગભર થવા માટે અનેક પ્રયાસ કરી રહી હતી, આ અંગે જણાવતા કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી પહેલીવાર જૂનાગઢમાં આ પહેલ કરવામાં આવી હતી, એમેઝોન પર જુદીજુદી વસ્તુઓ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.

તેના પ્રયાસથી આ બહેનોએ પોતે બનાવેલી વસ્તુઓનું જૂનાગઢ, ગુજરાત અને આખા ભારત દેશમાં વેચાણ કરીને બહેનો આત્મનિર્ભર બની હતી, સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદીત કરવામાં આવેલી પ્રાકૃતિક વસ્તુનું સારી રીતે વેચાણ થાય તે માટે સોશિયલ મિડિયાના માધ્યમથી એમેઝોન પર એક સાઇટ પણ બનાવવામાં આવી હતી અને હાલમાં સખી મંડળ દ્વારા બનાવવામાં આવેલી દરેક વસ્તુઓ એમેઝોન પર વેચાઈ રહી હતી.