જૂનાગઢના આ યુવકે તેની પત્ની સાથે જે કર્યું તેનાથી આખા વિસ્તારમાં ખરભરાટ મચી ગયો. – GujjuKhabri

જૂનાગઢના આ યુવકે તેની પત્ની સાથે જે કર્યું તેનાથી આખા વિસ્તારમાં ખરભરાટ મચી ગયો.

દરરોજ મિત્રો ઘણા હત્યાના બનાવો બનતા હોય છે, હાલમાં એક તેવો જ હત્યાનો બનાવ જૂનાગઢના વિસાવદરના પ્રેમપરા ગામમાંથી સામે આવ્યો હતો, આ બનાવની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે એક યુવાને તેની પત્નીની હત્યા કરી નાખી હતી, આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસે યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી.

આ યુવકનું નામ જીવરાજ જોગાભાઈ માથાસુરીયા હતું, પોલીસે જીવરાજભાઈને પકડીને પુછપરછ કરી તો જીવરાજભાઈને કબૂલી લીધું હતું કે તેમને જ તેમની પત્નીની હત્યા કરી છે, આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે વિસાવદના પ્રેમપરાનો યુવક જીવરાજભાઈ આશરે બે મહિના પહેલા જ પોતાની પત્નીની હત્યા કરીને ભાગી ગયા હતા.

ત્યારબાદ યુવતીના પિતાએ પોતાની દીકરીને મળવાનું કહ્યું તો જીવરાજભાઈ સરખો જવાબ આપતા ન હતા, તો યુવતીના પિતાએ આ ઘટનાની જાણ વીસાવદર પોલીસને કરી તો તાત્કાલિક જ પોલીસે જીવરાજભાઈને પકડી લીધા અને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે જીવરાજભાઈએ જ તેમની પત્નીની હત્યા કરી નાખી છે.

જીવરાજભાઈએ તેમની પત્નીની હત્યા કરીને તેમનો મૃતદેહ ખાડો કરીને દાટી દીધો હોવાનું કહ્યું તો પોલીસ તરત જ જીવરાજભાઈને લઈને ઘટનાસ્થળ પર લઇ ગઈ અને તે જગ્યાએ ખોદકામ કરીને યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો, તેથી હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરીને જીવરાજભાઈએ શા માટે તેમની પત્નીની હત્યા કરી તેની હાલમાં તપાસ કરી રહી છે.