જૂનાગઢના આ ભાઈ છેલ્લા ૧૫ વર્ષથી લોકોને અંતિમક્રિયા માટેની બધી જ વસ્તુઓ ભેટમાં આપી એક ઉત્તમ કામ કરી રહયા છે…સલામ છે તેમની આ સેવાને…
આજના જમાનામાં પણ એવા લોકો હોય છે કે જે પૈસા માટે નહિ પણ લોકોની મદદ કરવા માટે કામ કરતા હોય છે. આવા લોકો બીજાની મદદ કરીને પણ ખુશીનો અહેસાસ કરી લે છે. આજે અમે તમને એક એવા જ વ્યકતિ વિષે જણાવીશું કે જે એવી સમાજ સેવા કરે છે.
કે આજ સુધી તમે કોઈપણ વ્યકતીને આવી સમાજ સેવા કરતા નહિ જોયા હોય. આ યુવકનું નામ નરોત્તમભાઈ છગનભાઈ ચૌહાણ છે જે જૂનાગઢમાં રહે છે. અને ૧૫ વર્ષથી નિઃશુલ્ક સમાજ સેવા કરે છે.
નરોત્તમભાઈ જૂનાગઢના ખલિલપૂર રોડ પર આવેલા શિવમંદિરમાં બેસે છે અને જેના ઘરે પણ મૃત્યુ થયું હોય તેમને મફતમાં અંતિમક્રિયા કરવાની સામગ્રી આપે છે. એ પણ પોતાના ખર્ચે. આવી જ સેવા તે છેલ્લા ૧૫ વર્ષથી કરી રહ્યા છે.
તેમને જેવી જાણ થાય કે અહીં કોઈનું મૃત્યુ થઇ ગયું છે તો તે તરત જ ત્યાં સમાન આપવા માટે પહોંચી જાય છે અને જો કોઈ લેવા આવે તો તેને તરત જ એકપણ રૂપિયો લીધા વિના સામગ્રી આપી દે છે.
જો નરોત્તમભાઈ બહાર ગામ ગયા હોય તો મંદિરના પૂજારીને ચાવી આપીને જાય છે જેથી જો કોઈની મૃત્યુ થાય તો પોતાની જાતે તે અંતિમક્રિયાનો સમાન લઇ શકે છે. આની સાથે સાથે અંતિમક્રિયા પછી નહાવા માટે પણ પાણીની વ્યવસ્થા કરી આપે છે.
તે માને છે કે પૈસાને બધું અહીં જ રહેવાનું છે. જો કોઈની મદદ કરી હશે તો ભગવાન પણ આપણી પર રાજી થશે માટે હું પૈસા માટે હવે નથી જીવતો.એટલા માટે જ છેલ્લા ૧૫ વર્ષથી હું અહીં આવતા લોકોને મફતમાં જ અંતિમક્રિયા માટે નો સમાન આપું છું.
આજે નરોત્તમભાઈની આ સેવા બદલ તેમની લોકો ખુબજ પ્રસંશા કરે છે. આવ લોકો આજના જમાનામાં બહુ જ ઓછા જોવા મળે છે. અડધી રાતે પણ કોઈનો ફોન આવે તો મદદ કરવા માટે દોડી પડે છે.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.