જૂનગઢના આ પરિવારમાં છેલ્લા ૪૦ વર્ષથી ધનતેરસના દિવસે ઘરના પુરુષો ઘરની મહિલાઓની પૂજા કરે છે, આજ સુધી પરિવારમાં કોઈ દિવસ પૈસાની કમી નથી થઇ….. – GujjuKhabri

જૂનગઢના આ પરિવારમાં છેલ્લા ૪૦ વર્ષથી ધનતેરસના દિવસે ઘરના પુરુષો ઘરની મહિલાઓની પૂજા કરે છે, આજ સુધી પરિવારમાં કોઈ દિવસ પૈસાની કમી નથી થઇ…..

દિવાળીના પર્વ પર માતાલક્ષ્મીના પૂજનનું ખુબજ અનેરું મહત્વ હોય છે. પણ આજે અમે તમને એક એવા પરિવાર વિષે જણાવીશું કે જેના વિષે જાણીને તમે પણ બોલી પડશો કે ખરેખર સાચા અર્થમાં આજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના છે.

જૂનાગઢનો કોટેચા પરિવાર છેલ્લા ૪૦ વર્ષથી ધનતેરના દિવસે ઘર મહિલાની પૂજા કરે છે. જૂનાગઢના મેયર ગીરીશભાઈ કોટેચાના.પરિવારમાં છેલ્લા ૪૦ વર્ષથી એવી પરંપરા ચાલતી આવે છે કે દિવાળીમાં પુરુષો ઘરની દીકરીઓ અને પુત્રવધુ અને પત્નીની પૂજા કરે છે.

ગીરીશભાઈએ કહ્યું કે સામાન્ય રીતે લોકો દિવાળીના દિવસોમાં માતાલક્ષ્મી માતાની પૂજા કરે છે. સોના ચાંદી અને ધનની પૂજા કરે છે. પણ અમારા પરિવારમાં છેલ્લા ૪૦ વર્ષથી પરિવારની સ્ત્રીઓને.

માતાલક્ષ્મીનું સ્વરૂપ માની તેમનું સન્માન કરીને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભૂલચૂક થઇ હોય તેની માફી પણ માંગવામાં આવે છે. ગિરીશ ભાઈએ કહ્યું કે દરેક લોકોએ ઘરની મહિલાઓનું પૂજન કરવું જોઈએ. જે પરિવારમાં મહિલા ઓ રાજી હોય તે પરિવારમાં કયારેય લક્ષ્મી ખૂટતી નથી અને પરિવારમાં સુખ શાંતિ રહે છે.

તેમને વધુમાં જણાવ્યું કે મારા દીકરાઓ પણ દિવાળીમાં તેમની પત્નીઓની પૂજા કરીને તેમેની માફી માંગે છે. તેમને કહ્યું કે આપણે બીજી જગ્યાએ લક્ષ્મી શોધીએ છીએ પણ સાચી લક્ષ્મીતો આપણા ઘરમાં જ હોય છે. આ પરિવાર આજે આખા સમાજને એક નવી રાહ દેખાડી રહ્યો છે.