જુલતો પુલ તૂટવાના કલાક પહેલા જ આ ભાઈએ ભગવાન રૂપી આવીને નોધાવી હતી ફરિયાદ ! છતાં પણ ધ્યાન ન આપવાને કારણે… – GujjuKhabri

જુલતો પુલ તૂટવાના કલાક પહેલા જ આ ભાઈએ ભગવાન રૂપી આવીને નોધાવી હતી ફરિયાદ ! છતાં પણ ધ્યાન ન આપવાને કારણે…

મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો, આન બાન અને શાન ગણાતા ઝૂલતા પૂલની તૂટવાની ઘટનાએ રાજ્ય સહિત દેશને સ્તબ્ધ કરી દીધા છે. 500થી વધુ લોકો પૂલ તૂટવાથી પાણીમાં ડૂબ્યા હતા.

500થી વધુ લોકો પૂલ તૂટવાથી પાણીમાં ડૂબ્યા જેમાં અત્યાર સુધીમાં 141 થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે.હજુ અને લોકો ગૂમ છે જેમને શોધવા માટે સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ યુદ્ધ સ્તરે કામગીરી કરી રહી છે.

આ જુલતોપુલ તૂટી પડતા અનેક ચોંકાવનારી માહિતી એક પછી એક સામે આવી રહી છે.મોરબી શહેરની મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી ઉપર રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલ ઝુલતાપુલની જવાબદારી નગરપાલિકા પાસે હતી અને આ જવાબદારી વર્ષ 2007 માં મોરબી નગરપાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટ સાથે કરાર કરીને તેને દસ વર્ષ સુધી આ ઝુલતાપુલની નિભાવ,મરામત સહિતની જવાબદારી સોંપવામાં આવી હતી.

ગુજરાતના મોરબીમાં બ્રિજ અકસ્‍માતની તપાસનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્‍યો છે.સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ અહીં એક જાહેર હિતની અરજી દાખલ કરી અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્‍યાયાધીશના નેતૃત્‍વમાં SITની રચના કરીને આ ઘટનાની તપાસની માંગ કરી હતી.અત્રે એ નોંધનીય છે કે આ દુર્ઘટનામાં 141 લોકોના જીવ ગયા છે.