જુલતા પુલ પર માતા પિતા સાથે ફરવા ગયેલું ફૂલ જેવુ બાળક માતા પિતાનો સાયો ઉઠવાને કારણે બની ગયું અનાથ… – GujjuKhabri

જુલતા પુલ પર માતા પિતા સાથે ફરવા ગયેલું ફૂલ જેવુ બાળક માતા પિતાનો સાયો ઉઠવાને કારણે બની ગયું અનાથ…

રવિવારે સાંજે મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો હતો, જેમાં 134 લોકોનાં મોત થતાં અનેક પરિવારના માળા વીંખાઈ ગયા છે. અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં રહેતા અને મોરબી નાનીના ઘરે ફરવા ગયેલા એક બાળકે પોતાનાં માતા-પિતા અને ભાઈને ગુમાવી દીધા છેચાર વર્ષના બાળકે ગુમાવ્યા માતા પિતાનેછેલ્લા બાર કલાકમાં મોરબીમાં મોતનું માતમ છવાયું છે કાલે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીમાં જુલતો પુલ તૂટી ગયો હતો અને એકસાથે 400થી વધુ લોકો આ પુલ પર ઊભા હતા.

રાજકોટનાં રેલનગર નજીક આવેલા અવધપાર્ક ખાતે રહેતું શિવમ નામનું બાળક માતા-પિતા અને ભાઈ સહિતના પરિવાર સાથે મોરબી તેના નાનીના ઘરે ફરવા ગયું હતું અને અત્યાર સુધીમાં સામે આવેલા અંકળા પ્રમાણે 25 બાળકો સહિત 141 લોકોના દુખદ અવસાન થઈ ગયા છે માતા પિતા સાથે 4 વર્ષનું માસૂમ બાળક પણ નદીમાં પડી ગયું હતું અને આ ઘટનામાં માતા પિતાએ જીવ ગુમાવ્યો હતો.

પરંતુ આ ઘટનામાં જિયાન્સ નામના બાળકનો બચાવ થયો છે અને દુખદ વાતતો એ છે કે ચાર વર્ષના માસૂમ બાળકને માતા પિતા અલવિદા કહી ગયા હતા જોકે આ એક ઘટના નથી પરંતુ જુલતા પૂલની દુર્ઘટના છે.

તહેવારની રજા હોવાને કારણે આ પૂલની મજા માણવા માટે અનેક લોકો આવ્યા હતા હાલમાં મોરબીમાં CA તરીકે કામ કરતાં હાર્દિક ફરદૂ અને તેમના પત્ની મીરલ ફરદૂ અને તેમનો ચાર વર્ષનો દીકરો જિયાન્સ જુલતા પુલ ફરવા ગયા છે જેમાં ચાર વર્ષીય બાળકનો કુદરતી બચાવ થયો છે.