જીતુભાઈ વાઘાણીએ બે અનાથ દીકરીઓના માતાપિતા બનીને લગ્નની બધી જ જવાબદારી ઉપાડીને દીકરીઓનું કન્યાદાન કર્યું. – GujjuKhabri

જીતુભાઈ વાઘાણીએ બે અનાથ દીકરીઓના માતાપિતા બનીને લગ્નની બધી જ જવાબદારી ઉપાડીને દીકરીઓનું કન્યાદાન કર્યું.

આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે મદદ માટે હંમેશા માટે તૈયાર જ રહેતા હોય છે, દરેક લોકો જાણે જ છે કે દરેક માતાપિતા તેમની દીકરીઓના લગ્ન ધામધૂમથી કરતા હોય છે અને દીકરીઓના તમામ સપનાઓ પૂરા થાય તેવી રીતે માતાપિતા લગ્ન ખુબ જ ધામધૂમથી કરતા હોય છે, ઘણી એવી પણ દીકરીઓ હોય છે તેમનું આગળ પાછળ કોઈ નથી હોતું.

તેથી તે દીકરીઓ નાનપણથી જ અનાથાશ્રમમાં કે આશ્રમશાળાઓમાં મોટી થતી હોય છે. આવી દીકરીઓને સમાજમાં માતા-પિતાનો પ્રેમ મળે તે માટે ઘણા લોકો આગળ આવતા હોય છે, હાલમાં એક તેવો જ માનવતા મ્હેંકાવતો કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો હતો. ભાવનગરમાં આવેલી તાપીબાઈ વિકાસ ગૃહમાં ઘણા વર્ષોથી અનાથ દીકરીઓનો ઉછેર કરવામાં આવે છે.

તેથી આ સંસ્થામાં મોટી થયેલી બે દીકરીઓના લગ્ન હતા એટલે બે દીકરીઓના લગ્ન ધામધૂમથી કરવા માટે જીતુભાઇ વાઘાણી આગળ આવ્યા હતા, જીતુભાઇ વાઘાણી આ બે દીકરીઓના પાલક માતા-પિતા તરીકેની બધી જ ફરજો પૂરી કરીને દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવીને કન્યાદાન કર્યું હતું.

જીતુ વાઘાણીના મોટાભાઈ ડો.ગીરીશભાઈ વાઘાણી પણ તાપીબાઇ વિકાસ ગૃહની અન્ય એક દીકરીના માતા-પિતા તરીકેની બધી જ ફરજ બજાવીને દીકરીના લગ્ન કરાવીને કન્યાદાન કર્યું હતું. આથી બંને ભાઈઓએ સમાજમાં એક આગવું સ્થાન બેસાડીને એક અનોખી મિશાલ પેશ કરી હતી.

જીતુભાઇ વાઘાણી દીકરીના માતા-પિતા બનીને પોતાની દીકરી માટે જે ફરજ બજાવે તે બધા જ પ્રકારની ફરજો બજાવીને લગ્નના માંડવે પધારેલા મહેમાનોનું સ્વાગત કરીને બંને દીકરીના લગ્ન ધામધૂમપૂર્વક કર્યા હતા, ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલ તાપીબાઇ વિકાસ ગૃહ ૧૯૬૨ થી ચાલે છે અને અત્યાર સુધી આ સંસ્થાએ ૧૨૫ કરતા પણ વધારે લોકોના લગ્ન કરાવીને કન્યાદાન કર્યું.