જામનગર બાજુ જાવ તો આ ખાસ સ્થળો ની મુલાકાત લેવાનું ના ભુલતા ! જોઈ લો આ ઐતિહાસીક જગ્યાઓ નુ લીસ્ટ… – GujjuKhabri

જામનગર બાજુ જાવ તો આ ખાસ સ્થળો ની મુલાકાત લેવાનું ના ભુલતા ! જોઈ લો આ ઐતિહાસીક જગ્યાઓ નુ લીસ્ટ…

ગુજરાતના પેરિસ તરીકે ઓળખાતા જામનગરમાં ખરેખર પેરિસની અનુભૂતિ થશે.તમને પેરિસસ જવાની ઈચ્છા છે તો પછી તેના માટે વધારે ખર્ચો કરવાની જરૂર જ નથી.ગુજરાતના ઈતિહાસમાં બહુ જૂનો પણ નહિ અને બહુ નવો પણ નહિ એવો આ જિલ્લો તેના પાનાંઓ પર રોચક માહિતીઓ લઈને બેઠો છે.તેની વિશેષતાના દરેક શબ્દોમાં તમને જામનગરની અલગ અલગ તાસીર દેખાઈ આવશે.

લખોટા તળાવ અને પેલેસ:લાખોટા કોઠાનો ઇતિહાસ જોઇએ તો લાખોટા તળાવની મધ્યમાં પત્થરના ગઢ પર વર્તુળાકાર લાખોટા કોઠો સ્થિત છે.ઇ.સ.1834, 1839 અને 1864 ના નિષ્ફળ ચોમાસ દરમિયાન શ્રી જામ રણમલજી-2 ના હુકમથી આ કોઠાનું દુષ્કાળ રાહત માટે નિર્માણ થયેલ છે.જે દુશ્મન સૈનિકોના આક્રમણને અટકાવવા માટે નિર્મિત થયો હતો.આ કિલ્લો હવે લાખોટા પેલેસ તરીકે પણ ઓળખાય છે અને તે હાલમાં લાખોટા મ્યુઝિયમ ધરાવે છે.ઇ.સ.1964માં નવાનગર રાજયના પુરાતત્વ વિભાગ દ્વારા આ સંગ્રહાલયનું નિર્માણ કરાયુ હતું.

સોલેરિયમ:પોણા પાંચસો વર્ષ જૂના હાલાર પ્રદેશના નવાનગર સ્ટેટ હવે જામનગરમાં રાજાશાહી વખતના અનેક સ્ટ્રક્ચર અચંબામાં મૂકી દે તેવા છે આવા રાજાશાહી વખતના સ્ટ્રક્ચર માનું એક સ્ટ્રક્ચર એટલે સમગ્ર એશિયામાં કાર્યરત એવું એકમાત્ર જામનગરનું રાજાશાહી વખતમાં ઇ.સ.1933માં બંધાયેલું સોલેરિયમ લગભગ 100 વર્ષ પુરાણું અને હાલ ઐતિહાસિક વારસાની સાક્ષી પૂરે છે અને અહિયા હજારો લોકોએ સૂર્યકિરણથી સારવાર મેળવી છે.

બાલા હનુમાન મંદિર:જામનગરમાં તળાવની પાળ પાસે આવેલા બાલા હનુમાન મંદિરમાં 1 ઓગસ્ટ 1964ના રોજ સંતશ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા શ્રી રામ જય રામ જય જય રામ મંત્રની આહલેખ જગાવવામાં આવી હતી.તે દિવસથી આજ સુધી વર્ષના 365 દિવસ આ મંત્રની અખંડ ધૂન મંદિરમાં ગવાઈ રહી છે અને કરોડો મંત્રનો ઉચ્ચાર થઈ ચૂક્યો છે.બિહારનાં પ્રેમભિક્ષુક મહારાજે 1960 માં જ્યારે જામનગર આવ્યા ત્યારે તેમણે આ મંદિર ની સ્થાપના કરી હતી.આ મંદિર તમને શાંતિની દિવ્ય અનુભૂતિ કરાવશે.

પ્રતાપ વિલાસ પેલેસ:વર્ષ 1914 માં જામ રણજીતસિંહજી દ્વારા પેલેસનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ પેલેસ ઉપર 3 ડોમ, પ્રવેશદ્વાર પર 2 વાઘો ના શિલ્પો, દરબાર હોલ, મોઝેક ફ્લોર, કુલ 7 ડોમ અને 12 બારી બાલ્કનીથી આ પેલેસ સુશોભિત છે. 720 એકર માં ફેલાયેલો આ પેલેસ યુરોપીય સ્થાપત્યો અને ભારતીય સુંદર કોતરણી કામ અને ગ્લાસ ટેકનિક થી સજાવવા માં આવ્યો છે.

પીરોટન ટાપુ:જામનગરમાં ખડકોવાળા સુંદર રંગના ટાપુઓ પીરોટન ટાપુ ના નામે ઓળખાય છે.જો પ્રવાસીઓ ભાગ્યશાળી હોય તો બોટ સાથે રેસ લગાવતી રમતીયાળ ડોલ્ફીન પણ જોવા મળી શકે છે.આ સિવાય 108 જાતની બદામી લીલા તથા લાલ રંગની દરિયાઇ શેવાળ,80થી વધુ જાતની દરિયાઇ વાદળીઓ,37થી વધુ જાતના સખત અને નરમ વૈવિધ્યપૂર્ણ પરવાળાઓ.27 જાનના જીંગા,200થી વધુ જાતના મૃદુકાય સમુદાયના પ્રાણીઓ,150થી 200 જાતનાી નયનરમ્ય માછલીઓ,3 જાતના અલભ્ય દરિયાઇ કાચબાઓ.3 જાતના દરિયાઇ સાપ,94થી વધુ જાતના પાણીના પક્ષીઓ.78થી વધુ જાતના જમીન પરના પક્ષીઓ,3 જાતના સસ્તન પ્રાણીઓ વગેરે જોવા મળશે.