જામનગરમાં વિદ્યાર્થીનીને શિક્ષકે હોમવર્ક ન કરવા બાબતે ઠપકો આપતા,14 વર્ષની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત….
રાજ્યમાં આત્મહત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે તે એક ચિંતાનો વિષય બન્યો છે કારણ કે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા લોકોએ ગળેફાસો ખાય અથવા ફિનાઈલ પી લઈ અને અથવા કેનાલમાં ખાબકી આત્મહત્યા કરી લીધી છે તે એક ચિંતાનો વિષય બન્યો છે અને સમાજમાં પણ હવે આત્મહત્યાના વધતા બનાવને લઈ અને ચકચાર મચી જવા પામ્યો છે.
તમને જણાવીએ કે વ્યક્તિને વધુ તણાવ કે ટેન્શન થવા લાગે એ પછી ધીરે ધીરે તે ડિપ્રેશનનું સ્વરૂપ લેવાનું શરૂ કરે છે.એટલું જ નહીં ડિપ્રેશનને કારણે એ વ્યક્તિને આત્મહત્યા કરવાનો વિચાર પણ આવવા લાગે છે.ડિપ્રેશનના કારણે લોકો ધીમે ધીમે દુનિયા અને લોકોથી દૂર થઈ જાય છે અને તેઓ એવી દુનિયામાં જાય છે જ્યાંથી તેઓ પાછા નથી આવવા માંગતા.
અને અંતે એકલું રહ્યા પછી તેઓને આત્મહત્યા કરવાના વિચાર આવવા લાગે છે.ઘણા લોકો ડર અને બદનામીના કારણે પણ આવું પગલું ભરવા મજબુર થઇ જાય છે.પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર જિલ્લાના મૂળ લાલપુર તાલુકાના મેઘપર પડાણા ગામની વતની અને હાલ ધ્રોલ નજીક ખારવા ગામ પાસે આવેલી ગણેશ વિદ્યા સંકુલમાં રહીને અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં પંખામાં દોરડું બાંધી
ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી છે.આ બનાવને લઈને વિદ્યા સંકુલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તેમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓમાં ભારે સનસનાટી મચી ગઈ હતી.વિદ્યાર્થીનીના આપઘાત બાદ પરિવારજનોએ શિક્ષક અને ટ્રસ્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે.
મંગળવારે શ્રી ગણેશ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ તેના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.બાદમાં વિદ્યાર્થિનીનો મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનીને શિક્ષકે લેશન આપ્યું હતું,જે પૂર્ણ કર્યું ન હોવાથી તેણીને ઠપકો મળતાં મનમાં લાગી આવ્યું હતું અને આપઘાત કરી લીધો હતો.સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.તમને જણાવીએ કે મૃતક વિદ્યાર્થિનીના પરિવારના આરોપ મુજબ શિક્ષક, ટ્રસ્ટી સતત ટોર્ચરિંગ કરી રહ્યા હતા તેથી આ અંતિમ પગલું ભર્યું હોવાનો દાવો છે.હાલમાં પોલીસે શિક્ષક અને ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ આકરી કરી છે.