જામનગરમાં આ મહિલા બપોરના સમયે ઘરે એકલી હતી અને તેની સાથે જે થયું તે જાણીને આખા મહોલ્લા વાળા ચોકી ગયા…
રોજે રોજ ઘણા એવા દુઃખદ બનાવો બનતા જ રહે છે અને હાલમાં ચોમાસુ શરુ થઇ ગયું છે એટલે આ સીઝનમાં પણ કેટલાય દુઃખદ બનાવો બનતા જ રહે છે, જેમાં વીજળી પડતી હોય છે અથવા ઘણા જુના મકાનો ધરાશાયી પણ થઇ જતા હોય છે. જેમાં કેટલાય પરિવારો પણ ઉજડી જતા હોય છે એવી જ રીતે એક દુઃખદ બનાવ જામનગરમાં બન્યો છે.
આ કિસ્સો જામનગરમાં સેન્ટ્રલ બેન્ક પાસે આવેલા મઠફળીમાં બન્યો હતો, અહીંયા એક પરિવાર રહેતો હતો જેમાં પતિનું નામ પ્રતાપભાઈ હતું અને તેમના પત્નીનું નામ સુમીતાબેન હતું. તેમની બે દીકરીઓના લગ્ન થઇ ગયા છે એટલે તે સાસરે છે. હાલમાં આ મહિલા સાથે દુર્ઘટના બની હતી જેમાં મહિલાના પતિ કામ પર ગયા હતા અને તેઓ એકલા ઘરે હતા.
એવામાં વરસાદ પડ્યો હોવાથી અચાનક જ તેમના ઘરનો સ્લેબ ધરાશાયી થયો હતો, આ સ્લેબ પડતા જ જોરદાર અવાજ આવ્યો હતો અને મહિલા એકલા ઘરમાં હતા. એ સમયે તેઓએ પણ બૂમ પાડી પણ તેમને ઈજાઓ પહોંચી હતી એટલે આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા અને રાહત ટીમને પણ જાણ કરી દીધી હતી.
આ મહિલાને બહાર ઘણી મહેનત પછી કાઢવામાં આવ્યા અને પછી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યાં સારવાર મળે તેની પહેલા જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું.
આ ઘટના વિષે બીજા સભ્યોને જાણ થતા આખો પરિવાર આક્રન્દ રુદન કરતો હતો. જો મહિલાના પતિ પણ ઘરે હોત તો તેમની સાથે પણ કઈ ઘટના બની શકી હોત આમ આ ઘટના બન્યા પછી આખા વિસ્તારમાં અરેરાટીનો માહોલ બની ગયો હતો.