જામનગરના આ ગામમાં આવનાર વર્ષમાં વરસાદ કેવો પડશે તેનું અનુમાન કુવામાં રોટલો નાખીને લગાવવામાં આવે છે. – GujjuKhabri

જામનગરના આ ગામમાં આવનાર વર્ષમાં વરસાદ કેવો પડશે તેનું અનુમાન કુવામાં રોટલો નાખીને લગાવવામાં આવે છે.

આજે અમે તમને સૌરાષ્ટ્રના એક ગામની અનોખી પરંપરા વિષે જણાવીશું કે આવનાર વર્ષમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કુવામાં રોટલો નાખીને કરવામા આવે છે. આ અનોખી પરંપરા જામનગરના અમરા ગામમાં કરવામાં આવે છે. આ ગામની સંખ્યા ખુબજ ઓછી છે. આ ગામમાં દર વર્ષે અષાઢ મહિના પહેલા સોમવારે ગામના કુવામાં રોટલો નાખવાની પરંપરા છે.

જયારે કુવામાં રોટલો નાખવામાં આવે છે ત્યારે રોટલો ડૂબતા પહેલા જે દિશામાં જશે તેના પરથી આવનાર વરસાદનું અનુમાન કરવામાં આવે છે. જો પાણીમાં ડૂબતા પહેલા રોટલો પૂર્વ દિશામાં ગયો તો

આ વર્ષે વરસાદ સારો થશે અને જો રોટલો ડૂબતા પહેલા પશ્ચિમ દિશા તરફ ગયો તો વરસાદ ઓછો થશે અથવા દુષ્કાળ પણ પડી શકે છે. આ પરંપરામાં બાજરાના રોટલાનો ઉપયોગ કરવામાં આવ છે.

જયારે રોટલો તૈયાર થઇ જાય એટલે ગામના લોકો રોટલાને વાજતે ગાજતે ગામના કુવા સુધી લઇ જાય છે. આ આ માહિતી દ્વાર અમે કોઈપણ જાતની અંધશ્રદ્ધા ફેલાવા નથી માંગતા અમે તો ખાલી સૌરાષ્ટ્રના એક ગામમાં 500 વર્ષથી ચાલી આવતી પરંપરાને રજુ કરી રહ્યા છીએ.

આખું ગામ આ પરંપરાને જોવા માટે એકઠું થઇ જાય છે. આ રોટલો પહેલા માતાજીને ધરાવવામાં આવે છે. પછી ગામના એક યુવાનને તેજ કૂવાના પાણીથી નાવડાવવા માં આવે છે.

પછી તે યુવાન રોટલાને કુવામાં નાખે છે અને ગામના લોકો રોટલાની દિશા જોઈને આવનાર વર્ષના વરસાદની આગાહી કરે છે. ગામના લોકોનું કહેવું છે કે આજ દિન સુધી લગાવવામાં આવેલું અનુમાન ખોટું નથી પડ્યું.