જાણો હાર્દિક પટેલની જીવન સાથી કિંજલ કેવી રીતે બની? કિંજલે કર્યો ખુલાસો….. – GujjuKhabri

જાણો હાર્દિક પટેલની જીવન સાથી કિંજલ કેવી રીતે બની? કિંજલે કર્યો ખુલાસો…..

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીનો સમય બાકી છે અને રાજકીય હિલચાલ તેજ થઈ છે.ત્યારે ચૂંટણીમાં હાર્દિક પટેલની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.કારણ કે માત્ર 22 વર્ષની ઉંમરે ગુજરાતની લોકપ્રિયતાના શિખરે પહોંચેલા હાર્દિક પટેલની ઉંમર 30 વર્ષ પણ નથી અને તે દેશના મીડિયાની હેડલાઇન્સમાં રહે છે.

હાર્દિક પટેલનો જન્મ 20 જુલાઈ 1993ના રોજ અમદાવાદના વિરમગામમાં થયો હતો.28 વર્ષીય હાર્દિક પાટીદાર સમાજના મોટા નેતા છે.તેમણે પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવાની માંગ સાથે મોટું આંદોલન કર્યું હતું.આ પછી 12 માર્ચ 2019ના રોજ કોંગ્રેસમાં જોડાયા.16 મહિના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહ્યા અને 18 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા.

27 જાન્યુઆરી 2019 ના રોજ હાર્દિક પટેલે તેમની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે લગ્ન કર્યા.કિંજલે બીએ અને એમએ પછી એલએલબીનો અભ્યાસ કર્યો છે.માનવ સંસાધન કોર્સ પણ કરેલ છે.કિંજલના પરિવારમાં તેમના માતા-પિતા, એક બહેન અને એક ભાઈ છે.

હાર્દિક પટેલના બહેન મોનિકા પટેલ અને કિંજલ બાળપણથી મિત્રો છે.બંનેએ સાથે અભ્યાસ કર્યો છે.આ કારણે કિંજલ અવારનવાર તેમની મિત્ર મોનિકાને તેમના ઘરે મળવા જતા.અહીંથી હાર્દિક અને કિંજલ વચ્ચે મિત્રતા પણ શરૂ થઈ હતી.કિંજલ પરીખ-પટેલ સમુદાયની છે.એક ઈન્ટરવ્યુમાં હાર્દિકે કહ્યું હતું કે ‘હું અને કિંજલ ધોરણ 6 થી 12 સુધી સાથે ભણ્યા છીએ.તેઓ અમદાવાદના ચાંદનગરી ગામમાં રહેતા હતા.નાનપણથી જ એકબીજાને ઓળખે છે.

કિંજલ પટેલે પણ જણાવ્યું કે હું લગ્ન પહેલાંથી તેમને ઓળખું છું.મેં અગાઉ તેમના કાર્યક્રમમાં પણ હાજરી આપી છે.તેમને જોઈને મને એવું ચોક્કસ હતું કે એ કંઈક બનશે જ.પરંતુ આટલો મોટો ચહેરો બનશે એની મને પણ કલ્પના ના હતી.

તેમજ આગમી ચૂંટણીને લઈને કિંજલ પટેલને પૂછવામાં આવ્યું હતું કે હાર્દિકને તમે કયાં સ્થાન પર જોવા માગો છો?તો કિંજલ પટેલે હાર્દિકને વિરમગામના ધારાસભ્ય તરીકે જોવા માગવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.સાથે જણાવ્યું હતું કે તેઓ ધારાસભ્ય બનશે તો વિરમગામનો વધુ સારી રીતે વિકાસ થઈ શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે કિંજલ પટેલે એવું પણ જણાવ્યું હતું કે જો હાર્દિકને જરૂર હશે તો હું ચોક્કસપણે રાજનીતિમાં આવીશ.