જાણો મોરારી બાપુ કયા ગામના અને પરિવારમાં કોણ રહે છે,અને કઈ રીતે શિક્ષકમાથી બન્યા કથાકાર જાણો…. – GujjuKhabri

જાણો મોરારી બાપુ કયા ગામના અને પરિવારમાં કોણ રહે છે,અને કઈ રીતે શિક્ષકમાથી બન્યા કથાકાર જાણો….

પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુને કોણ નથી ઓળખતું?તેમના સમર્થકોની સંખ્યા કરોડોમાં છે.તેમના જેટલી ગુજરાતમાં ભાગ્યે જ કોઈ કથાકારે દેશ વિદેશમાં નામના અને ચાહના મેળવી હશે.તમને જણાવીએ કે રાજકારણમાં તેમનું નિવેદન સમીકરણો બદલી શકે છે.આપણે સૌ કોઈ જાણીએ છે કે અનેક વર્ષોથી મોરારી બાપુ રામ કથાનું રસપાન કરાવે છે તેમજ તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે.

25 સપ્ટેમ્બર 1946ના રોજ મોરારી બાપુનો જન્મ સૌરાષ્ટ્રના મહુવા નજીક તલગાજરા ખાતે વૈષ્ણવ બાવા સાધુ નિમ્બાર્ક પરિવારમાં થયો હતો.તેમના પિતા પ્રભુદાસ હરિયાની કરતાં દાદાજી ત્રિભુવનદાસને રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો.તલગાજરાથી મહુઆ તે પગપાળા વિદ્યા અર્જન માટે જતા હતાં.5 મીલના રસ્તામાં તેઓ રામાયણની ચોપાઈ યાદ કરતાં હતા.તેમને રોજની 5 ચોપાઈ પ્રતિદિન યાદ કરતા હતા.આ નિયમના લીધે ધીરે ધીરે રામાયણ કંઠસ્થ થઈ ગઈ હતી.

વર્ષ 1986માં શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ પણ સ્થાપ્યુ હતું.કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારના બાધ વિના સન્માન સાથે સવાર-સાંજ તલગાજરડાના ‘કૈલાસ પ્રભુ પ્રસાદ ગૃહ’ માં પ્રસાદ મેળવે છે.અનેક લોકોને આરોગ્ય વિષયક સહાય ટ્રસ્ટ કરતુ રહ્યું છે.આજે પણ આ સેવા અવિરતપણે ચાલુ છે.

14 વર્ષની આયુમાં બાપુએ પેહલી વાર તલગાજરામાં ચૈત્રમાસ 1960માં એક મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો હતો.વિદ્યાર્થી જીવનમાં એમનું મન અભ્યાસમાં ઓછું અને રામકથામાં વધારે હતું.તેમણે મહુઆની જે પ્રાથમિક વિધાલયમાં શિક્ષણ લીધું ત્યાં જ શિક્ષક બન્યાં હતા.જોકે તેઓ રામાયણ પાઠમાં એટલા ડૂબી ચુક્યા હતા કે સમય કાઢવો પણ કઠણ હતો બાદમાં તેમને અધ્યાપન કાર્ય છોડવું પડ્યું હતું.

મોરારી બાપુના લગ્ન નર્મદા દેવી જોડે થયા છે.એમને ત્રણ પુત્રી અને એક પુત્ર છે.પેહલા તેઓ પરિવારના પોષણ માટે રામકથામાં આવતું દાન સ્વીકાર કરી લેતાં હતાં.પણ ધન ઘણું વધુ આવવા માંડ્યું તો તેમણે 1977થી કોઈ દાનનો સ્વીકાર નહીં કરવાનું પ્રણ લીધું હતું.

મોરારિબાપુએ વારાણસી,અલાહાબાદ અને હરિદ્વાર જેવાં હિંદુઓનાં ધાર્મિકસ્થળોમાં કથા કરી છે.તો તેમણે કચ્છમાં હાજી પીરની દરગાહ પાસે પણ રામકથા યોજી છે.આ સિવાય તેમણે ખ્રિસ્તીઓ માટે મહત્ત્વપૂર્ણ શહેર રોમ (ઇટાલી) ઉપરાંત ખ્રિસ્તી-યહુદી અને મુસ્લિમો માટે પવિત્ર ધાર્મિક શહેર જેરુસલેમ (ઇઝરાયલ)માં પણ રામકથા કરી છે.

તમને જણાવીએ કે ઘણા લોકો મોરારી બાપુની કાળી શાલ વિશે એવી માન્યતા રાખે છે કે હનુમાજી અથવા કોઈ સંતે આપી છે પણ બાપુ કહે છે કે તેમને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ રહ્યો છે.જેથી તેઓ આ શાલને ખભા પર રાખે છે.આ સિવાય કાળા રંગની શાલ રાખવા પાછળ કોઈ રહસ્ય નથી.

બાપુને શેર અને શાયરીમાં પણ ખુબ રસ છે.જણાવી દઈએ કે વર્ષ 1976 માં બાપુની પહેલિ વિદેશ કથા યોજાઈ હતી કે જે નૈરોબિ માં હતી.અત્યાર સુધીમાં બાપુએ 823 થી વધારે કથાનું પઠન કરી ચુક્યા છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.